માર્ચ મહિનામાં ચમકશે આ રાશિઓની કિસ્મત, મા લક્ષ્મીની રહેશે કૃપા
- ગ્રહોના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડે છે. જ્યોતિષ ગણતરીઓ મુજબ માર્ચ મહિનામાં કેટલીક રાશિઓ પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.
અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ માર્ચ મહિનામાં કેટલાક મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે. ગ્રહોના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડે છે. જ્યોતિષ ગણતરીઓ મુજબ માર્ચ મહિનામાં કેટલીક રાશિઓ પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે વ્યક્તિ પર મા લક્ષ્મીની કૃપા હોય છે તેમને જીવનમાં તમામ પ્રકારના સુખનો અનુભવ થાય છે.
મેષ રાશિ
કોઈ મિત્રનું આગમન થઈ શકે છે. બૌદ્ધિક કાર્યોમાંથી ધનનું ઉત્પાદન થશે. નોકરીમાં સ્થાન પરિવર્તનની શક્યતાઓ છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. ધર્મ-કર્મ પ્રત્યે રસ-રુચિ વધશે. માતાનો સહયોગ મળશે. માતા પાસેથી ધન પ્રાપ્તિ થશે.
મિથુન રાશિ
નોકરીમાં પરિવર્તનની સાથે અન્ય સ્થાન પર પણ જવું પડે તેમ બને. ઈમ્પોર્ટ-એક્સપોર્ટના બિઝનેસમાં લાભ મળશે. માતાનું સાનિધ્ય મળશે. વાહન સુખમાં વૃદ્ધિ થઈ શકે છે. નોકરીમાં ઉપરી લોકોનો સહયોગ મળશે. બિઝનેસનો વિસ્તાર થઈ સકે છે. ભાઈનો સહયોગ મળશે, પરંતુ પરિશ્રમ વધુ રહેશે. ઘર-પરિવારમાં માંગલિક કાર્ય થઈ શકે છે. વસ્ત્રોનો ઉપહાર મળી શકે છે.
સિંહ રાશિ
માતાનું સાનિધ્ય અને સહયોગ મળી શકે છે. લાભમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. નોકરીમાં લાભ થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે, ઘર પરિવારની સુખ-સુવિધાઓ વધશે. પરિશ્રમ વધુ કરવો પડશે, પરંતુ મહેનતનું ફળ અચૂક મળશે.
કન્યા રાશિ
ધાર્મિક કાર્યોમાં સામેલ થવાનો અવસર મળશે. પરિવારના સભ્યો સાથે જીવન વીતાવી શકશો. દાંપત્ય જીવનમાં સુખનો અનુભવ થશે. આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશો. નોકરીમાં ફાયદો થશે. ધનલાભની શક્યાતો છે.
આ પણ વાંચોઃ યામી ગૌતમની મજબુત એક્ટિંગે ‘આર્ટિકલ 370’ને કાલ્પનિકમાંથી વાસ્તવિકતામાં ફેરવી નાખી