લલિત મોદી કરોડોના માલિક તો સુષ્મિતા પણ છે એકદમ ‘રઈશ’, જાણો બંનેની કેટલી છે નેટવર્થ ?
IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદી હાલમાં પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. પૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનને તેઓ ડેટ કરે છે. ત્યારે હાલમાં બંનેના બિઝનેસ અને નેટવર્થ અંગે જાણવાની કોશિશ કરીએ. IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી બિઝનેસ જગતમાં એક મોટું નામ છે તો ત્યાં સુષ્મિતા સેન પણ ઓછી નથી.
લલિત મોદીનો પરિવાર અને બિઝનેસ
લલિત મોદી દેશના સૌથી મોટા બિઝનેસ ગ્રુપમાં સ્થાન ધરાવે છે. અને તેના દાદા ગુજરમલ મોદીએ ઉત્તરપ્રદેશમાં મેરઠ પાસે ઔદ્યોગિક શહેર મોદીનગરને વસાવ્યું છે. લલિત મોદીના પિતા કેકે મોદીની કંપનીના પ્રસિડન્ટ છે. તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેઓ મોદી એન્ટરપ્રાઈઝના પ્રેસિડન્ટ તરીકે પોતાની ઓળખ આપી છે. આ કંપની કંઝ્યુમર પ્રોડ્કટ અને નેટવર્ક માર્કેટિંગથી લઈ એન્ટરટેન્મેન્ટ,હેલ્થ,ફેશનથી લઈ હોસ્પિટલ ક્ષેત્રમાં કામ કરી રહી છે. તેનો મુખ્ય વેપાર મિડિલ ઈસ્ટ આફ્રિકાથી લઈ ઘણાં યુરોપિયન દેશોમાં પણ ફેલાયેલો છે.
લલિત મોદી સૌથી વધુ ચર્ચામાં 2008 થી આવ્યા જ્યારે IPL ની શરૂઆત થઈ. અને થોડાં જ વર્ષોમાં તેની લોકપ્રિયતા વધી. જે પછી લોલિત મોદી પર મની લોન્ડ્રિંગનો આરોપ લાગ્યો અને તેને દેશ છોડી ભાગી ગયો. એક અંદાજ મુજબ લલિત મોદી પાસે 57 કરોડ ડૉલરની એટલે કે રૂ. 4500 કરોડથી વધુની સંપત્તિ છે. લંડનમાં તેમનો સ્લોઇન સ્ટ્રીટ પર 7 હજાર સ્કેવર ફીટનું આલિશન મકાન આવેલું છે.
સુષ્મિતા સેનની નેટવર્થ
સુષ્મિતા સેનની નેટવર્થજો જોવામાં આવે તો, સુષ્મિતા સેન વાર્ષિક 9 કરોડ રૂપિયા અને દર મહિને 60 લાખ રૂપિયા કમાય છે. તેની પાસે લગભગ 74 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે તેની દીકરીઓ સાથે મુંબઈના વર્સોવામાં એક આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે.
સુષ્મિતા સેન પાસે પણ અનેક લક્ઝુરિયસ વાહનો છે. અભિનેત્રી પાસે BMW 7 સિરીઝ 730 LD છે, જેની કિંમત 1.42 કરોડ રૂપિયા છે. તેની પાસે BMW X6 પણ છે, જેની કિંમત 1 કરોડ રૂપિયા છે. એમતો સુષ્મિતા સેનની આવકનો એકમાત્ર સ્ત્રોત ફિલ્મો છે. તે એક ફિલ્મ માટે 3-4 કરોડ રૂપિયા લે છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે રૂ. 1.5 કરોડ ચાર્જ કરે છે.