ટ્રેન્ડિંગમનોરંજન

રકુલ-જેકીના ડ્રીમ વેડિંગનો વીડિયો વાયરલઃ જુઓ હલ્દી, મહેંદી અને સંગીત

Text To Speech
  • રકુલ-જેકીના લગ્નનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વેડિંગ ફંકશનની એક-એક સુંદર ક્ષણોને દર્શાવાઈ છે. કપલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આજે પોતાના વેડિંગનો વીડિયો શેર કર્યો છે.

મુંબઈ, 23 ફેબ્રુઆરીઃ બોલિવૂડના મોસ્ટ લવિંગ કપલ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની 21 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કપલે ગોવામાં ડ્રીમ ડેસ્ટિનેશન વેડિંગ કર્યા છે. બંનેની આ ગ્રાન્ડ વેડિંગની તસવીર અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર છવાયા છે.

રકુલ-જેકીએ શેર કર્યો વીડિયો

આજે શુક્રવારે રકુલ-જેકીના લગ્નનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વેડિંગ ફંકશનની એક-એક સુંદર ક્ષણોને દર્શાવાઈ છે. કપલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આજે પોતાના વેડિંગનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ગોવામાં થયેલા તેમના પ્રી-વેડિંગ ફંકશન્સથી લઈને લગ્ન સુધીની સુંદર ક્ષણોને દર્શાવાઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

હલ્દી-મહેંદીથી મંડપ સુધીની ઝલક

આ વેડિંગ વીડિયોમાં રકુલ-જેકીના ડ્રીમ વેડિંગની ઝલક દર્શાવાઈ છે. વીડિયોની શરૂઆતમાં રકુલ પેસ્ટલ પિંક કલરના બ્રાઈડલ આઉટફિટમાં દેખાઈ રહી છે. એક્ટ્રેસ વેડિંગ રેમ્પ પર ચાલીને મંડપમાં દુલ્હનની રાહ જોઈ રહેલા દુલ્હા જેકી પાસે આવે છે. ત્યારબાદ બંને એકબીજાને હગ કરીને વરમાળા ગળામાં નાંખે છે. આ ઉપરાંત હલ્દી, મહેંદી અને સંગીત નાઈટની ક્ષણોને પણ આ વીડિયોમાં સુંદરતાથી દર્શાવાઈ છે. આ બંને વેડિંગને ખૂબ જ એન્જોય કરી રહ્યા હોવાનું દેખાય છે.

સેલેબ્સે ખૂબ વરસાવ્યો પ્રેમ

વીડ્યોના બેકગ્રાઉન્ડમાં બિન તેરે ગીત પ્લે કરવામાં આવ્યું છે. રકુલ-જેકીનો આ વીડિયો સામે આવ્યા બાગ બોલિવૂડ સેલેબ્સ ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. રકુલ-જેકીની આ પોસ્ટ પર શિલ્પા શેટ્ટી, ભૂમિ, તેની બહેન સમીક્ષા સહિત અનેક સ્ટાર્સે કોમેન્ટ કરી છે.

આ પણ વાંચોઃ અનંત-રાધિકા અંબાણીની પ્રી-વેડિંગ ઈવેન્ટ્સમાં મહેમાનો માટે માર્ગદર્શિકા! જામનગર ધમધમશે

Back to top button