અમદાવાદગુજરાત

ગાંધીનગરના કોબા-રાયસણ રૂટ પર મેટ્રો ટ્રેનનું પ્રિ ટ્રાયલ રન શરૂ, ફેઝ-2ની કામગીરી પૂરજોશમાં

Text To Speech

ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2024, મોટેરાથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીની મેટ્રો ટ્રેન સર્વિસનાં બીજા ફેઝની કામગીરીની પૂર્ણતાની ઘડીઓ ગણાઈ રહી છે. મેટ્રો રેલના ફેઝ-ટુ અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપથી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેનાં ભાગરૂપે ગાંધીનગરનાં 32 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા આઈકોનિક મોડલ રોડના રૂટ પર એટલે કે  કોબા-રાયસણ રૂટ ઉપર મેટ્રો ટ્રેનનું પ્રિ ટ્રાયલ શરૂ કરી દેવાયું છે.

કોબા-રાયસણ રૂટ ઉપર પ્રિ ટ્રાયલ રન
આજે કોબા સ્ટેશનથી રાયસણ વૃંદાવન બંગલો સામેના ટ્રેક ઉપરથી મેટ્રો ટ્રેન પસાર કરાઈ હતી. લગભગ દોઢેક કિલો મીટરનાં રૂટ ઉપર મેટ્રો ટ્રેનનો પ્રિ ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો. મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં કરવાની જાહેરાતો વચ્ચે આજે કોબા-રાયસણ રૂટ ઉપર પ્રિ ટ્રાયલ રન લેવામાં આવતા નજીકમાં દિવસોમાં જ ગાંધીનગરના લોકોની આતુરતાનો અંત આવવાના અણસાર દેખાઈ રહ્યા છે.

ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં કરવામાં આવનાર હોવાની શક્યતા છે. મેટ્રોરેલના ફેઝ-ટુ અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. જેના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

શાહપુર બ્રિજના 23 સ્પાનની કામગીરી પૂર્ણતાનાં આરે
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત ફેઝ-2, મોટેરાથી ગાંધીનગરના રૂટ પર થઈ રહેલા રેલવે રૂટ અને સ્ટેશન્સના નિર્માણની કામગીરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું. ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની કામગીરી રોકેટ ગતિએ શરૂ કરી દેવાઈ છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 (મોટેરા થી ગાંધીનગર)ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે અન્વયે સાબરમતી નદી પર ગિફ્ટ સિટી પાસે શાહપુર બ્રિજના 23 સ્પાનની કામગીરી પૂર્ણતાનાં આરે છે.

Back to top button