ગુજરાતમાં જાણો હજુ કેટલા દિવસ રહેશે ઠંડીનો ચમકારો
- ગાંધીનગર 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
- પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે વાતાવરણમાં ફેરફાર
- પહેલા ઠંડી અને બાદમાં ગરમીનો અહેસાસ થશે
હવામાન વિભાગે આગામી દિવસમાં તાપમાન અંગે જણાવ્યું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ત્યારે આગામી 3 દિવસ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તો 3 દિવસ 2થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટશે.
આ પણ વાંચો: ગુજરાતમાં PMJAYના બાકી નાણાં મુદ્દે બેઠક નિષ્ફળ, ખાનગી હોસ્પિટલોએ સારવાર બંધ રાખવાનું એલાન આપ્યું
પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે વાતાવરણમાં ફેરફાર
પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે આ બદલાવ આવશે. જે બાદ 3 દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થશે. જેથી પહેલા ઠંડી અને બાદમાં ગરમીનો અહેસાસ થશે. જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે. હાલ રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ગઇકાલ રાતથી ઠંડીનું જોર વધ્યું છે. બે દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે. રાજ્યના અનેક વિસ્તારમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે. અમદાવાદ 15.01 ડિગ્રી સાથે ઠંડુ શહેર રહ્યું છે.
ગાંધીનગર 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
ગાંધીનગર 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં નલિયા 13 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું છે. તેમાં પાલનપુર 14.03 ડિગ્રી તેમજ ભાવનગર 19 ડિગ્રી, રાજકોટ 16 ડિગ્રી તથા વડોદરા 15 ડિગ્રી, સુરત 18 ડિગ્રી તાપમાન રહ્યું છે.