ગુજરાતટોપ ન્યૂઝ

કેડિલાના CMD રાજીવ મોદીને દૂષ્કર્મ કેસમાં ક્લિન ચીટ ! પોલીસને કોઈ પુરાવા ન મળ્યા

Text To Speech
  • પોલીસે A સમરીનો રિપોર્ટ કોર્ટમાં કર્યો દાખલ : સૂત્ર
  • 8 સમન્સ બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર ન થતાં નિર્ણય

અમદાવાદ, 22 ફેબ્રુઆરી : રાજ્યભરમાં બહુચર્ચિત કેડિલાના CMD સામે થયેલી દુષ્કર્મની ફરિયાદના કેસમાં નવો વળાંક આવ્યો છે. રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ બલ્ગેરિયન યુવતી ગાયબ થઈ ગઈ હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને 8 સમન્સ બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર ન થતાં અને પુરાવા ન મળતા પોલીસે A સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હોવાની વિગત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ A સમરી બાદ રાજીવ મોદીને ક્લિન ચીટ મળી ગઈ હોવાની વાત સામે આવી છે. જો કે હજુ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

હાઇકોર્ટના આદેશ બાદ કેસ દાખલ થયો

મળતી માહિતી મુજબ, ગુજરાતના ઉદ્યોગપતિ કેડિલાના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ આક્ષેપ કર્યો હતો કે, તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ આ કેસની અંદર કોર્ટે ફરિયાદ દાખલ કરી અને તપાસ કરવાના આદેશો આપ્યા હતા. સમગ્ર હાઈપ્રોફાઈલ કેસની અંદર યુવતીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને બલ્ગેરિયન યુવતી ગાયબ થઈ ગઈ હતી. યુવતી ગાયબ થઈ ગયા બાદ તેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.

8 વખત પોલીસે મોકલ્યું સમન્સ

પરંતુ સામે ન આવતા પોલીસે 8 વખત સમન્સ મોકલ્યું હતું. તેમ છતાં કોઈ રીપ્લાય આવ્યો નહીં એટલે આ કેસની અંદર પોલીસને પુરાવા શોધવાની ખૂબ જરૂર હતી. પરંતુ કોઈ પુરાવા મળ્યા નહીં. બીજી તરફ રાજીવ મોદી તેમની વકીલ ટીમ સાથે પોલીસ સ્ટેશન હાજર થયા હતા અને તેમણે તપાસમાં સહયોગ આપવાની વાત કરી હતી. પોલીસ તપાસ કરી રહી હતી. આ દરમિયાન કોઈ વધુ પુરાવા ન મળતા હવે આ સમગ્ર કેસમાં પોલીસે A સમરી ભરવાનો રિપોર્ટ કર્યો છે. એકંદરે રાજીવ મોદીને આ સમગ્ર કેસમાં ક્લિન ચીટ મળી ગઈ છે. આ સમગ્ર કેસની તપાસ હવે અહીંયા જ અટકી જાય તેવી શક્યતા છે.

Back to top button