અમદાવાદગુજરાત

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ વસૂલવા AMCએ ટ્રીગર ડ્રાઈવનું આયોજન કર્યું

અમદાવાદ, 22 ફેબ્રુઆરી 2024, શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સની વસૂલાત કરવાના ભાગરૂપે ટ્રીગર ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરમાં એસ્ટેટ વિભાગ દ્વારા 2290 યુનિટોને સીલ મારી દેવામાં આવ્યું છે. તે ઉપરાંત ફૂટપાથ પરના દબાણો ઉપાડવા અને આડેધડ પાર્ક કરેલા વાહનોને લોક મારવાની કામગીરી કરવામાં આવી હતી.

કુલ-2290 યુનિટોને સીલ કરવામાં આવ્યા
શહેરના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્ષની વસુલાત કરવાના ભાગરૂપે કુલ-2290 યુનિટોને સીલ કરવામાં આવેલ છે અને 02-નંગ શેડ દૂર કરવામાં આવ્યાં છે. તે ઉપરાંત 03-નંગ લારી, 33-નંગ બોર્ડ/બેનર તથા 65-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સાઈટ પર ગ્રીનનેટ લગાવ્યા બાદ સીલ ખોલવા એક લાખ રૂપિયા તથા 36-નંગ વાહનોને લોક મારી 11110 રૂપિયા વહીવટી ચાર્જ વસુલ કર્યો છે. આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ/જંક્શન પરના દબાણ / મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ / બિન-પરવાનગીના બાંધકામો તેમજ બોર્ડ/બેનરો દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે.

વાહનોને લોક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
શહેરના પૂર્વ ઝોન હદ વિસ્તારના GSLSA નાં રીપોર્ટમાં સૂચવેલ, હાટકેશ્વર સર્કલ રોડ (સી.ટી.એમ. ચાર રસ્તા થી પૂર્વ ઝોન હદ સુધીમાં આવતો સીરામિક ટાઈલ્સ વાળો એપ્રોચ), હસ્તીનાપુર સોસાયટી, રબારી કોલોની ચાર રસ્તાથી સ્વસ્તિક ચાર રસ્તા થઇ મેટ્રો સ્ટેશન સુધી, ભવાનીનગરથી જોગણીમાતા મંદિર સુધી, ફુવારા સર્કલથી સદગુરૂ ગાર્ડન થઇ કે.પી.હાઈટસ સુધી તથા સોનીની ચાલીના ટી.પી.રોડ અને તેની ફૂટપાથ ઉપરના દબાણો ઉપાડવાની અને વાહનોને લોક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 01-નંગ શેડ, 01-નંગ લારી, 19-નંગ બોર્ડ/બેનર તથા 40-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરાયો છે.

ત્રણ હજાર રૂપિયા વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો
મ્યુનિ.કમિશનરના આદેશાનુસાર બી.આર.ટી.એસ. રૂટ પરના દબાણો હટાવવા આજે દબાણ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ ઝોન હદ વિસ્તારમાં આવતા બી.આર.ટી.એસ. રૂટ સારંગપુર બ્રીજથી બાર્સેલોના સર્કલ તથા ઠક્કર બાપાનગર ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા સુધીના બંને સાઈડની કોરીડોર પરથી 01-નંગ શેડ, 02-નંગ લારી, 14-નંગ બોર્ડ/બેનર તથા 25-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે.નિકોલ વોર્ડમાં બે સાઈટ પર ગ્રીનનેટ લગાવ્યા બાદ સીલ ખોલવા એક લાખ રૂપિયા તથા 10-નંગ વાહનોને લોક મારી ત્રણ હજાર રૂપિયા વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.

રામોલ-હાથીજણ વોર્ડમાં 05-નંગ વાહનોને લોક મારી 1500/- વહીવટી ચાર્જ વસૂલાયો
વસ્ત્રાલ વોર્ડમાં ૦૫-નંગ વાહનોને લોક મારી રૂ.1000/- વહીવટી ચાર્જ વસૂલાયો
ઓઢવ વોર્ડમાં ૦૫-નંગ વાહનોને લોક મારી રૂ.1500/- વહીવટી ચાર્જ વસૂલાયો
અમરાઈવાડી વોર્ડમાં ૦૩-નંગ વાહનોને લોક મારી રૂ.1200/- વહીવટી ચાર્જ વસૂલાયો
વિરાટનગર વોર્ડમાં ૦૩-નંગ વાહનોને લોક મારી રૂ.1200/- વહીવટી ચાર્જ વસૂલાયો
ગોમતીપુર વોર્ડમાં ૦૩-નંગ વહનોને લોક મારી રૂ.1200/- વહીવટી ચાર્જ વસૂલાયો
ભાઇપુરા વોર્ડમાં ૦૨-નંગ વાહનોને લોક મારી રૂ.500/- વહીવટી ચાર્જ વસૂલાયો

આ પણ વાંચોઃગાંધીનગર: ગામડીવાલા મિલ્ક પ્રોસેસર-ડેરીમાંથી ભેળસેળ દુધનો જથ્થો ઝડપાયો

Back to top button