IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IPL 2024નું શેડ્યૂલ જાહેર, પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રમાશે

Text To Speech

મુંબઈ, 22 ફેબ્રુઆરી : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024નું શેડ્યૂલ આવી ગયું છે. IPLમાં પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં(Chepauk Stadium) રમાશે. સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, પ્રથમ 21 મેચો (22 માર્ચથી 7 એપ્રિલ સુધી)નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. IPLની ફાઈનલ 26 મેના રોજ રમાય તેવી શક્યતા છે. આઈપીએલ 2024 પણ IPLની 2023 સીઝન જેવી જ હશે.

સીઝનમાં કુલ 74 મેચ રમાશે, પરંતુ ગયા વર્ષે 60 દિવસની જગ્યાએ આ વખતે 67 દિવસની મેચો રમાશે. સામાન્ય ચૂંટણીને કારણે IPLનું શિડ્યુલ એક સપ્તાહ લંબાવવામાં આવ્યું છે. જ્યારે 2019માં દેશમાં લોકસભાની ચૂંટણી(Loksbha Election) યોજાઈ હતી, ત્યારે પણ આવો જ અભિગમ અપનાવવામાં આવ્યો હતો, ત્યારે પણ આઈપીએલનું શેડ્યૂલ બે ભાગમાં આવ્યું હતું.

screenshot

બાકીનું સમયપત્રક ક્યારે જાહેર થશે?

IPLના અધ્યક્ષ અરુણ ધૂમલે પહેલા જ કહ્યું હતું કે IPL 22 માર્ચથી શરૂ થશે. અને IPL શેડ્યૂલ ટુકડાઓમાં આવશે. સૌથી પહેલા IPLના પહેલા તબક્કાના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવશે, ત્યારબાદ સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ IPLના બીજા શેડ્યૂલની જાહેરાત કરવામાં આવશે.

હવે કોન્ડોમના પેકેટથી ચૂંટણી પ્રચાર, રાજકીય પક્ષોએ ઘરે-ઘરે પાર્ટીના લોગોવાળા પેકેટનું વિતરણ શરૂ કર્યું

ખેડૂત આંદોલન: પંજાબના ખેડૂતોને જ માત્ર તકલીફ છે? જાણો વાસ્તવિકતા

Back to top button