ટ્રેન્ડિંગમનોરંજન

બીજા બાળકનું પ્લાનિંગ? શું કહ્યું રામચરણની પત્ની ઉપાસનાએ?

Text To Speech
  • સુપરસ્ટાર રામચરણની પત્ની ઉપાસના કોનિડેલા બીજી વખત માતા બનવા તૈયાર છે. આ વાત સ્વયં ઉપાસનાએ કહી છે. આઠ મહિના પહેલાં દીકરીને જન્મ આપ્યા બાદ હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં હાજર રહેલી ઉપાસનાએ આ વાત કહી છે.

હૈદરાબાદ, 22 ફેબ્રુઆરીઃ સાઉથ સુપરસ્ટાર રામચરણની પત્ની ઉપાસના કોનિડેલા બીજી વખત માતા બનવા તૈયાર છે. આ વાત સ્વયં ઉપાસનાએ કહી છે. આઠ મહિના પહેલાં દીકરીને જન્મ આપ્યા બાદ હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં હાજર રહેલી ઉપાસનાએ આ વાત કહી છે. ઉપાસનાએ આ દરમિયાન મહિલાઓના આરોગ્ય અને લગ્નના 11 વર્ષ બાદ પહેલા બાળકના પ્લાનિંગ મુદ્દે વિગતે વાત કરી છે. જોકે ઉપાસના હાલમાં પ્રેગનન્ટ નથી, પરંતુ તેણે ઘણી રસપ્રદ વાતો શેર કરી છે.

મહિલાઓના આરોગ્ય પર શું બોલી ઉપાસના?

ઉપાસનાએ કહ્યું કે મને લાગે છે કે આપણું (મહિલાઓનું) આરોગ્ય પણ એટલું જ જરૂરી છે, જેટલું બીજા લોકોનું છે. આપણે સ્વયંને આગળ રાખવા જોઈએ. જો આપણે પોતે આપણી પરવાહ નહી કરીએ તો બીજું પણ કોઈ નહીં જ કરે. મને ખરેખર લાગે છે કે જ્યારે દરેક વસ્તુનું સમાધાન થઈ શકે એમ છે તો કષ્ટ ઉઠાવવાની શું જરૂર છે. મહિલાઓ જ્યારે ઈચ્છે ત્યારે બાળકને જન્મ આપવાનો નિર્ણય લઈ શકે છે.

બીજા બાળકના પ્લાનિંગ અને લેટ પ્રેગનન્સી પર શું કહ્યું રામચરણની પત્ની ઉપાસનાએ? hum dekhenge news

બીજા બાળકના પ્લાનિંગ પર શું કહ્યું ઉપાસનાએ?

34 વર્ષની ઉંમરે દીકરીને જન્મ આપવા વિશે વાત કરતા ઉપાસનાએ કહ્યું કે મેં મોડા મોડા બાળકને જન્મ આપવાનો વિકલ્પ પસંદ કર્યો અને તેનો મને કોઈ જ અફસોસ નથી. આ મારી પસંદગી હતી. આ મારું કામ હતું. ઉપાસનાએ વાત વાતમાં એ વાતના સંકેત આપ્યા કે તે બીજા બાળકને જન્મ આપવા પણ તૈયાર છે. તેણે કહ્યું હું બીજા બાળકને જન્મ આપવા તૈયાર છું, પરંતુ ત્યારે જ્યારે મારા ડૉક્ટર્સ સલાહ આપશે ત્યારે. તેઓ મારી હેલ્થને ધ્યાનમાં રાખીને ગ્રીન સિગ્નલ આપશે. આ મારી હેલ્થ છે અને મારું શરીર છે, તેથી મારી મરજી હોવી જોઈએ.

આ પણ વાંચોઃ  શૈતાનનું દમદાર ટ્રેલર થયું રિલીઝ, લોકોએ ફિલ્મને ગણાવી સુપર હિટ

Back to top button