ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતફન કોર્નર

શાળામાં ગણિત શિક્ષકની ભરતી માટેની જાહેરાત જોઈને મગજ ચકરાવે ચડી જશે, જૂઓ અહીં

  • નવસારીની એક શાળામાં ગણિત શિક્ષકની ભરતીની જાહેરાત કરી, શાળાને ગણિતનો સારો અને અનુભવી શિક્ષક મળે તે માટે અપનાવી નવી રીત, જેને જોઈ તમે પણ ચોંકી જશો

નવસારી, 22 ફેબ્રુઆરી: દેશના કોઈ પણ ખૂણે જો શિક્ષકની ભરતી કરવાની જાહેરાત થાય તો હજારો ઉમેદવારો ઉમેદવારી નોંધાવતા હોય છે, ત્યારે સંસ્થાએ તેમાંથી શાળા માટે હોશિયાર શિક્ષક શોધવો ખૂબ જ મુશ્કેલ બની જતો હોય છે. દરેક જગ્યાએ પરીક્ષા લેવાની પદ્ધતિ અલગ-અલગ હોય છે. પરંતુ દરેક જગ્યાએ સક્ષમ શિક્ષક શોધવો એ જે તે શાળા કે સંસ્થાનું લક્ષ્ય હોય છે. તેવી જ રીતે નવસારીની એક શાળાએ ગણિત શિક્ષકની ભરતી હાથધરી હતી. પરંતુ તેની જાહેરાત જોયા પછી તમે માથું પકડીને બેસી જશો અને કહેશો કે જેમણે આ જાહેરાત આપી છે તે ખૂબ જ સ્માર્ટ વ્યક્તિ છે. તો આ જાહેરાતમાં શું ખાસ છે?

આવી જાહેરાત ક્યારેય જોઈ નથી!

જ્યારે પણ કોઈપણ શાળા ખાલી પડેલી જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડે છે, ત્યારે તે તેની જાહેરાતમાં તેમનો સંપર્ક નંબર આપે છે જેથી અરજદાર તેમનો સંપર્ક કરી શકે. આ પછી તે પોતાની ક્ષમતા સાબિત કરવા માટે શાળામાં આવે છે અને નોકરી મેળવતા હોય છે. પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર જે એડ વાયરલ થઈ રહી છે તે થોડી અલગ છે. આ જાહેરાતમાં ગણિતનો પ્રશ્ન આપવામાં આવ્યો છે. જે તે પ્રશ્નનો જો સાચો જવાબ મળે તો જ તે શાળાનો સંપર્ક નંબર (ફોન નંબર) મેળવી શકાય એવી જાહેરાત આપવામાં આવી છે. સરળ ભાષામાં કહીએ તો, પ્રશ્નનો જવાબ શાળાનો ફોન નંબર છે. હવે કલ્પના કરો કે જેમણે આ જાહેરાત આપી છે તે વ્યક્તિ કેટલો સ્માર્ટ હશે. કેમ કે જવાબ અનુસાર પ્રશ્નો બનાવવો એ ખૂબ મુશ્કેલ કાર્ય છે.

અહીં જૂઓ વાયરલ જાહેરાત

 

જાહેરાત જોઈ લોકોએ શું કહ્યું?

આ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @Trendulkar નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 85 હજાર લોકો આ પોસ્ટ જોઈ ચૂક્યા છે. પોસ્ટ જોયા બાદ એક યુઝરે લખ્યું, “આ એક પરફેક્ટ એડ છે.” અન્ય યુઝરે લખ્યું, “મેં જોયેલી આ શ્રેષ્ઠ ભરતીની વ્યૂહરચના છે, યોગ્ય કૉલ આ જોબ પોસ્ટિંગને વધુ તક આપશે.” ત્રીજા યુઝરે લખ્યું, “વ્યક્તિ ચેટ જીપીટીનો ઉપયોગ કરીને કોલ કરશે.” અન્ય યુઝરે લખ્યું, “આ ગયા વર્ષના સમાચાર છે.” ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં પ્રશ્ન હલ કર્યો છે અને કોમેન્ટ બોક્સમાં જવાબો પણ લખ્યા છે. ઘણા લોકોના જવાબ એક સરખા છે, તો કેટલાક લોકોના જવાબ એક બીજાથી અલગ પણ છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન, કાયમી શિક્ષકની ભરતી કરવા માંગ

Back to top button