ટ્રેન્ડિંગનેશનલ

હવે કોન્ડોમના પેકેટથી ચૂંટણી પ્રચાર, રાજકીય પક્ષોએ ઘરે-ઘરે પાર્ટીના લોગોવાળા પેકેટનું વિતરણ શરૂ કર્યું

આંધ્રપ્રદેશ, 22 ફેબ્રુઆરી ; ઈશ્ક ઔર જંગ મૈ સબ જાયજ હૈ. અહીં સુધી તો સમજ્યા પરંતુ હવે ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો પણ અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. અત્યાર સુધી તમે ચૂંટણી પહેલા સાડી, પૈસા, જેવી વસ્તુઓનું વિતરણ કરતાં રાજકીય પક્ષો જોયા હશે. પરંતુ મામલો અહીં અટક્યો નથી. દારુ અને સાડી બાદ હવે કોન્ડોમનો(condom) પણ ચૂંટણી સ્લોગનની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આંધ્રપ્રદેશમાં રાજકીય પક્ષો ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોન્ડોમનું વિતરણ(distribution of condoms) કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી (loksbha election) પહેલા રાજ્યમાં પ્રચાર માટે કોન્ડોમના પેકેટનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, અહીંની મુખ્ય પાર્ટીઓ તેમના ચૂંટણી ચિન્હ(election symbol) સાથેના કોન્ડોમના પેકેટ લોકોમાં વહેંચી રહી છે.

રાજકીય પક્ષોના ચૂંટણી ચિન્હો સાથેના આ કોન્ડોમ પેકેટ(condom packet) હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સત્તાધારી YSR કોંગ્રેસ પાર્ટી અને મુખ્ય વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટી (TDP) બંનેના ચૂંટણી ચિન્હો ધરાવતા કોન્ડોમના પેકેટ પાર્ટી કાર્યકરો દ્વારા મતદારોમાં વહેંચવામાં આવી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણી માટે ડોર ટુ ડોર પ્રચાર કરી રહેલા પાર્ટીના નેતાઓ કોન્ડોમના પેકેટ પણ વહેંચી રહ્યા છે. જોકે, કોન્ડોમની વહેંચણીને લઈને બંને પક્ષોએ એકબીજાની ટીકા કરી હતી. આમ છતાં બંને પક્ષો આ કામ ચાલુ રાખી રહ્યા છ. વાયરલ વિડિયોમાં, કાર્યકર્તાઓ શાસક વાયએસઆર કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષી પાર્ટી ટીડીપી બંનેના ચૂંટણી ચિહ્નો ધરાવતા કોન્ડોમના પેકેટનું વિતરણ કરતા બતાવવામાં આવે છે. આ પેકેટ મતદારોને ઘરે-ઘરે આપવામાં આવી રહ્યા છે.

ચર્ચા કોન્ડોમથી આગળ વાયગ્રા સુધી વિસ્તરી.

જગન મોહન રેડ્ડીની YSRCP પાર્ટીએ TDPને ટક્કર આપવા ટ્વિટર પર પૂછ્યું છે કે પાર્ટી કેટલી નીચી જશે. શું આ પ્રકારનો ચૂંટણી પ્રચાર કોન્ડોમથી બંધ થઈ જશે કે પછી આગળ જઈને લોકોને વાયગ્રાનું વિતરણ કરવાનું શરૂ કરશે? જવાબમાં, TDP એ YSRCP લોગો સાથે સમાન કોન્ડોમ પેકેટ પોસ્ટ કર્યું છે અને પૂછ્યું છે કે શું આ એ જ તૈયારી છે જેની પાર્ટી વાત કરી રહી હતી.

કાશ્મીર/ ગુલમર્ગમાં હિમપ્રપાત, ઘણા પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા; 1 પ્રવાસીનું મૃત્યુ

Back to top button