ગાંધીનગર, 22 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં શિક્ષકોની ઘટનો મુદ્દો વિધાનસભામાં પણ ગાજ્યો છે. ત્યારે કાયમી શિક્ષકો ભરવાની માંગ સાથે ગાંધીનગર સચિવાલય ખાતે ટેટ-ટાટના પાસ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદન પાઠવવા માંગતા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી.
સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ હોવા છતાં ભરતી નથી કરાતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરમાં સચિવાલયના ગેટ નંબર એક પાસે ટેટ-ટાટ પાસ ઉમેદવારો એકઠા થયા હતાં. આ ઉમેદવારોએ સચિવાલયના ગેટ નંબર એક પાસે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ઉમેદવારોનું કહેવું છે કે, ઘણા સમયથી અમે સરકાર સમક્ષ રજુઆત કરીને થકી ગયા છીએ. અમારી માંગ સ્વીકારવામા આવતી નથી. સરકાર સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ હોવા છતાં કાયમી શિક્ષકોની ભરતી કરતી નથી. ઉમેદવારો ઉગ્ર સુત્રોચ્ચાર અને વિરોધ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.
View this post on Instagram
ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે
રાજય શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં જ્ઞાન સહાયકની 11 માસના 26 હજાર 500 પગાર કરાર આધારિત ભરતી કરવામાં આવે છે. જેના કારણે અગાઉ ટેટ ટાટ પાસ કરેલ વિધાર્થીઓને અન્યાય થઈ રહ્યાની બુમરાણ ઉઠી છે. આ જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જવાની સંભાવના છે.
અહેવાલ અને વીડિયોઃ વિનોદ મકવાણા
આ પણ વાંચોઃસચિવાલય પાસે એક યુવક આપઘાત કરવા ઝાડ પર ચઢ્યો, ફાયર વિભાગની ટીમે નીચે ઉતાર્યો