ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

બોલેરો શોભાયાત્રામાં ઘૂસી, આઠને કચડ્યા, બેના ઘટના સ્થળે જ મૃત્યુ, જૂઓ વીડિયો

Text To Speech
  • નાગૌરના દેગાનામાં વિશ્વકર્મા જયંતી દરમિયાન થયો અકસ્માત
  • ડ્રાઇવરને હાર્ટએટેક આવતાં બોલેરો પરનું નિયંત્રણ ગુમાવ્યું, શોભાયાત્રામાં ઘૂસી અને લગભગ એક ડઝન લોકો કચડાયા

નાગૌર, 22 ફેબ્રુઆરી: રાજસ્થાનના નાગૌરના દેગાનામાં વિશ્વકર્મા જયંતી દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. વાસ્તવમાં, એક બેકાબૂ બોલેરો શોભાયાત્રામાં ઘૂસી ગઈ અને લગભગ એક ડઝન લોકોને કચડી નાખ્યા, જેમાંથી 2ના મૃત્યુ થયા છે અને બાકીના ઘાયલોને અજમેર રિફર કરવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોને દેગાણામાં પણ સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે બજારમાં શોભાયાત્રા નીકળી હતી ત્યારે બાળકો અને મહિલાઓની ભારે ભીડ હતી.

કેવી રીતે થયો અકસ્માત?

નાગૌરના દેગાનામાં વિશ્વકર્મા જયંતીની શોભાયાત્રા નિકળી હતી. આ દરમિયાન શોભાયાત્રા પાછળ એક બોલેરો ચાલી રહી હતી, અચાનક બોલેરો ચાલકને હાર્ટ એટેક આવ્યો અને તેણે બોલેરો પરથી પોતાનો કાબૂ ગુમાવ્યો અને બોલેરોએ અનેક લોકોને કચડીને આગળ વધી હતી. તેના CCTV ફૂટેજ પણ પ્રકાશમાં આવ્યા છે, જેમાં જોવા મળે છે કે કેવી રીતે બોલેરો ભીડમાં ઘૂસી જાય છે અને લોકોને કચડીને આગળ વધે છે.

જૂઓ વીડિયો:

વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે બોલેરો ચાલક શરૂઆતમાં શોભાયાત્રાની પાછળ ધીમી ગતિએ ચાલી રહ્યો હતો, પરંતુ અચાનક બોલેરો વાહનની સ્પીડ વધી જાય છે અને તે લોકોને કચડીને આગળ વધે છે. આ પછી અહીં અરાજકતાનો માહોલ સર્જાયો છે. ખરેખર, બોલેરો ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તે બેભાન થઈ ગયો હતો અને વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો: VIDEO: સિક્કિમમાં 500 પ્રવાસીઓ ફસાયા, ભારતીય સેનાએ કર્યું દિલધડક રેસ્ક્યૂ

Back to top button