ખાલી પેટે ખાઈ લો આ પાંચ વસ્તુઓ, શરીરની થશે કાયાપલટ
- સવારના નાસ્તા પહેલા પણ જો કેટલીક વસ્તુઓ ખાલી પેટે ખાવામાં આવે તો તે તમને ફિટ રાખવામાં ઘણી અસરકારક સાબિત થઈ શકે છે. કેટલાક ઘરેલું ઉપાયો તમને એનર્જેટિક બનાવે છે અને સાથે સાથે બીમારીઓથી પણ બચાવે છે.
તમે તમારા દિવસની શરૂઆત કેવી રીતે કરશો તેની પરથી જ નક્કી થાય છે કે તમારો આખો દિવસ કેવો જશે. દિવસભર ઉર્જાવાન રહેવા અને રોગોથી બચવા માટે મોટાભાગના લોકો હેલ્ધી નાસ્તો કરવાનું પસંદ કરે છે. શું તમે જાણો છો કે જો કેટલીક વસ્તુઓ બ્રેકફાસ્ટ પહેલા સવારે ખાલી પેટે ખાવામાં આવે તો તે તમને ફિટ રાખવામાં ઘણી અસરકારક સાબિત થઈ શકે છે. હા, કેટલાક ઘરેલું ઉપાયો તમને એનર્જેટિક બનાવે છે અને સાથે સાથે બીમારીઓથી પણ બચાવે છે.
ખાલી પેટે ખાવ આ 5 વસ્તુઓ
જાયફળ
બાળકોને પેટમાં દુખાવો થતો હોય ત્યારે જાયફળ આપવામાં આવે છે, પરંતુ તેના ફાયદા માત્ર એટલા જ નથી. સવારે ખાલી પેટે હૂંફાળા પાણી સાથે જાયફળના પાવડરનું સેવન કરવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો અને ઓસ્ટિયોપોરોસિસ અને આર્થરાઈટીસ જેવી હાડકા સંબંધિત અનેક સમસ્યાઓનું જોખમ ઘટે છે.
અંજીર
જો ફાઈબરથી ભરપૂર અંજીરને રોજ સવારે ખાલી પેટે ખાવામાં આવે તો તેનાથી આશ્ચર્યજનક પરિણામો મળી શકે છે. અંજીર શરીરમાં લોહીની કમીને દૂર કરી શકે છે.
મેથીના દાણા
મેથીના દાણા ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે. દરરોજ સવારે એક ચમચી મેથીના દાણા અને આદુનો ટુકડો પાણીમાં ઉકાળો અને તેને ચાવીને ખાવ અને ખાલી પેટે પાણી પી લો. તેનાથી તમને એસિડિટીની સમસ્યાથી પણ છુટકારો મળશે
હલીમના બીજ (હલીમ સિડ્સ)
હલીમના બીજમાં પણ ઘણા પોષક તત્વો છુપાયેલા છે. હલીમના બીજ લો અને તેને એક ચમચી ગરમ પાણી મિક્સ કરીને ખાઓ. તે બ્લડ શુગર લેવલને ઝડપથી કન્ટ્રોલમાં લાવવામાં મદદ કરશે. એટલું જ નહીં, તેને ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઓછું થશે.
દેશી ચણાનો પાઉડર
દેશી કાળા ચણા ખાવાથી ઘોડામાં પણ તાકાત આવી જાય છે. તેના પરથી તેના ગુણધર્મોનો અંદાજ લગાવી શકાય છે. રોજ બ્રેકફાસ્ટ પહેલા ખાલી પેટે એક ચમચી ચણા પાવડર ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
આ પણ વાંચોઃ શૈતાનનું દમદાર ટ્રેલર થયું રિલીઝ, લોકોએ ફિલ્મને ગણાવી સુપર હિટ