Jio WiFiની જોરદાર ઑફર, અનલિમિટેડ ઈન્ટરનેટની સાથે મળશે 13 OTT સબ્સ્ક્રિપ્શન્સ
- ઓછા ખર્ચે વધુ ફાયદો એટલે Jio WiFi
- Unlimited Internetની સાથે Jio WiFi આપી રહ્યું છે 13 OTT સબ્સ્ક્રિપ્શન્સ
HD ન્યૂઝ ડેસ્ક, 22 ફેબ્રુઆરી: ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયો પ્રથમ ક્રમે આવે છે. કંપની માત્ર પ્રીપેડ મોબાઈલ રિચાર્જમાં નંબર વન નથી પરંતુ પોસ્ટપેડ અને બ્રોડબેન્ડ સેક્ટરમાં પણ મોખરે છે. Reliance Jioની Jio Fiber સેવા સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે. જો તમે મોબાઈલ ડેટા લિમિટથી પરેશાન છો તો તમે બ્રોડબેન્ડ સર્વિસ લઈ શકો છો. Jio પાસે અનેક પોસાય એવા અને સસ્તા બ્રોડબેન્ડ પ્લાન છે.
જો તમારી પાસે કોઈ કામ હોય જેમાં તમને હાઈ સ્પીડ ઈન્ટરનેટની જરૂર હોય તો Jio Fiber તમને મદદ થશે. જો તમે ઈન્ટરનેટ માટે એવો પ્લાન શોધી રહ્યા છો જેમાં ઓછી કિંમતમાં અનલિમિટેડ ડેટા મળે, તો આજે અમે તમને Jioના આવા જ એક પ્લાન વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જેમા તમે ઓછી કિંમતે ઈન્ટરનેટ સાથે બીજા પણ ઘણા ફાયદા લઈ શકો છો.
સસ્તા ભાવે અદ્ભુત હાઇ સ્પીડ ઈન્ટરનેટ ડેટા
રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને Jio ફાઈબર બ્રોડબેન્ડ પ્લાનમાં ઘણા પ્રકારના વિકલ્પો ઓફર કરે છે. Jio પાસે Jio Fiberમાં 599 રૂપિયાનો પ્લાન છે. તમે આ પ્લાનને કંપનીની પોસાય એવો પ્લાન પણ કહી શકો છો. જો તમે Jio Fiberમાં આ પ્લાન લો છો તો તમને 30Mbpsની ઈન્ટરનેટ સ્પીડ મળશે. આમ તો આ પ્લાન અનલિમિટેડ ડેટા બિનિફિટ્સ સાથે આવે છે, પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આમાં કંપની ગ્રાહકોને માત્ર 3.3TB ડેટા આપે છે. જો, કે તમે સામાન્ય વપરાશકર્તા છો તો તમારા માટે એક મહિનામાં આ ડેટા ઘણો કહી શકાય.
કેવી રીતે ફ્રી વાઈફાઈ કનેક્શન મેળવવું?
Jio બ્રોડબેન્ડમાં પ્રીપેડ અને પોસ્ટપેડ બંને સેવાઓ આપે છે. જો તમે પ્રીપેડ બ્રોડબેન્ડ સેવા લો છો, તો તમારે કનેક્શન માટે ઇન્સ્ટોલેશન ફી ચૂકવવી પડશે, પરંતુ જો તમે પોસ્ટપેડ બ્રોડબેન્ડ કનેક્શન લો છો, તો તમારે કોઈ ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે નહીં. એટલે કે તમે મફતમાં કનેક્શન મેળવી શકો છો. જો કે, ફ્રી કનેક્શન મેળવવા માટે, તમારે ઓછામાં ઓછા 6 મહિના માટે પ્લાન ખરીદવો પડશે. અમે તમને જે 599 વાળો પ્લાન જણાવ્યો છે તે પોસ્ટપેડ કનેક્શનનો જ એક ભાગ છે.
પ્લાનમાં ઘણા OTT સબ્સ્ક્રિપ્શન્સ મળશે
જો તમે ઓનલાઈન OTT સ્ટ્રીમિંગના શોખીન છો, તો હવે તમારે વધારાના પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે. આ પ્લાનમાં Jio તેના ગ્રાહકોને 13 OTT એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપી રહ્યું છે. આમાં Disney+ Hotstar, SonyLIV, ZEE5, JioCinema, Sun NXT, Hoichoi, Discovery+, ALTBalaji, Eros Now, Lionsgate Play, ShemarooMe, DocuBay અને EPIC ON જેવી એપ્સનો સમાવેશ થાય છે. આ પ્લાનમાં તમને કોલિંગ માટે બ્રોડબેન્ડ કનેક્શન પણ મળે છે. જો કે, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે કૉલ કરવા માટે તમારે ઉપકરણ જાતે ખરીદવું પડશે.
આ પણ વાંચો: OMG, 300% નું ઇન્ક્રીમેન્ટ? જાણો કઈ કંપનીએ પોતાના કર્મચારીને આપ્યો આટલો વધારો