ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: વિદેશમાં વર્ક પરમીટના નામે પતિ-પત્નીએ ફુલેકુ ફેરવ્યું

  • લંડનમાં રહેતો યુવક અને તેના મિત્રોને વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહ્યું
  • સુનીલે તેના વર્ક પરમિટ વિઝાનું કામ પણ દંપતીને આપ્યું હતું
  • સુનિલકુમારે સીઆઈડી ક્રાઈમમાં ઠગ દંપતી વિરુદ્ધ અરજી આપી હતી

અમદાવાદ: વિદેશમાં વર્ક પરમીટના નામે પતિ-પત્નીએ લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું છે. જેમાં ઠગ દંપતીએ વર્ક પરમીટનું કહી 6.50 લાખ ખંખેર્યા છે. યુવક સહિત ત્રણ લોકોના પૈસા લઈ દંપતી વડોદરા આવી ગયું હતુ તેથી સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત: ગિરનાર પર્વત પર પાણીની બોટલનું વેચાણ બંધ, જાણો શું છે કારણ

લંડનમાં રહેતો યુવક અને તેના મિત્રોને વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહ્યું

મૂળ અમરાઈવાડીનો અને લંડનમાં રહેતો યુવક અને તેના મિત્રોને વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી બોગસ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, માઇગ્રેશન સર્ટી અને લેટરપેડ બનાવી ઠગ દંપતીએ 6.50 લાખ લઈ છેતરપિંડી આચરી હતી. વર્ક પરમિટ વિઝાના નામે આરોપી પતિ-પત્ની લોકો પાસેથી લાખો રૂપિયાનું ઉઘરાણું કરીને લંડનથી વડોદરા ભાગી આવ્યું હતું. વર્ક પરમીટ વિઝા ન થતાં અમદાવાદના યુવકે પરિવારના સભ્યોને દંપતીના ઘરે ઉઘરાણી માટે મોકલ્યા હતા. જોકે, દંપતીએ ધમકી આપી કેસ કરવો હોય ત્યાં કરી લેવાનો તેમ કહી યુવકે ભારત પરત આવી સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા ઠગ દંપતી સામે બુધવારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતના વિરમગામ અંધાપાકાંડ મામલે થયા ચોંકાવનારા ખુલાસા

સુનીલે તેના વર્ક પરમિટ વિઝાનું કામ પણ દંપતીને આપ્યું હતું

અમરાઈવાડીમાં બંશીધર સોસાયટીમાં રહેતાં સુનીલકુમાર વિષ્ણુભાઈ પ્રજાપતિ (ઉં,28)એ વડોદરા ગણેશનગરમાં રહેતાં મિતુલ રતીલાલ ચાવડા અને વડોદરાની પ્રભુકૃપા સોસાયટીમાં રહેતાં મિતુલભાઈના પત્ની કૃતિકાબહેન વિરુદ્ધ સીઆઇડી ક્રાઇમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ધો-12 પછી ફરિયાદીએ ડિપ્લોમા ઈન બિઝનેસ મેનેજમેન્ટનો લેવલ-4 અને 5નો કોર્સ લંડનની યુનિવર્સિટીનો કોર્સ ઘરે બેઠા ઓનલાઇન ક્લિયર કર્યો હતો. લેવલ-6 માટે ફરિયાદીને યુનિવર્સિટીએ લંડન બોલાવતા યુવક વિઝાની પ્રોસેસ કરી લંડન પહોંચ્યો હતો. લંડન ખાતે વેમ્બલીમાં રહીને કોલેજનો અભ્યાસ કરતા સુનીલ કુમારને તેના મિત્ર નિકુંજ શ્રીમાળીએ મિતુલભાઈ અને તેની પત્ની કૃતિકાબહેન સાથે કરાવી હતી. આ દંપતી નિકુંજના વર્ક પરમિટ વિઝાનું કામ કરતું હોવાનું 50 ટકા પ્રોસિજર પૂરી થઈ ગયાની જાણ સુનીલને થઈ હતી. સુનીલે તેના વર્ક પરમિટ વિઝાનું કામ પણ દંપતીને આપ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 10 પ્લોટની ઈ-ઓક્શનથી હરાજી 

સુનિલકુમારે સીઆઈડી ક્રાઈમમાં ઠગ દંપતી વિરુદ્ધ અરજી આપી હતી

દંપતીએ એડવાન્સ પેટે 6.50 લાખ લીધા અને કુલ અઢાર લાખની રકમ નક્કી કરવામાં આવી હતી. જો કે, વિઝાનો ઈન્ટરવ્યૂ આવે ત્યારે કોઈને કોઈ બહાનું કરીને દંપતી સમય કાઢતું હતું. આ દરમિયાનમાં દંપતી ઈન્ડિયા પરત જવાનું હોવાની જાણકારી મળતા સુનીલ સહિતના તેના મિત્રોએ આરોપીઓના લંડન સ્થિત ઘરે જઈને પોતાના વિઝાની વાત કરી હતી. તે સમયે કૃતિકાબહેને હોબાળો કરીને જણાવ્યું કે, તેઓ એક મહિનામાં ઈન્ડિયાથી પરત આવી જશે. જોકે, આ દંપતી પરત ફર્યું ન હતું. આમ, બધાના રૂપિયા લઈને બંને ફરાર થઈ ગયાની વિગતો ફરિયાદીને મળી હતી. ફરિયાદી સુનીલના પરિવારજનો વડોદરા ખાતે રહેતા પતિ-પત્નીના ત્યાં વિઝાની અને પૈસાની વાતચીત કરવા ગયો તો તેઓને દંપતીએ ધમકી આપીને જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દેવાની તેમ કહી કાઢી મુક્યા હતા. આખરે વિઝા ના થતાં અમદાવાદ પરત ફરેલા સુનિલકુમારે સીઆઈડી ક્રાઈમમાં ઠગ દંપતી વિરુદ્ધ અરજી આપી હતી.

Back to top button