ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO: સિક્કિમમાં 500 પ્રવાસીઓ ફસાયા, ભારતીય સેનાએ કર્યું દિલધડક રેસ્ક્યૂ

Text To Speech

ગંગટોક (સિક્કિમ), 22 ફેબ્રુઆરી: ભારતીય સેનાએ સિક્કિમમાં ભારત-ચીન સરહદ પર 500થી વધુ પ્રવાસીઓને મૃત્યુના મુખમાંથી બહાર કાઢ્યા હતા. સરહદ પર નાથુલામાં ભારે હિમવર્ષાના પ્રવાસીઓ ફસાયા હતા. જેને લઈ ભારતીય સેનાએ દિલધડક ઑપરેશન હાથ ધર્યું હતું, આ અંગે સેનાએ એક સત્તાવાર નિવેદનમાં માહિતી આપી હતી. નિવેદન અનુસાર, અચાનક ભારે હિમવર્ષાને કારણે 21 ફેબ્રુઆરીના રોજ પૂર્વ સિક્કિમના નાથુ-લામાં 500થી વધુ પ્રવાસીઓ સાથે લગભગ 175 વાહનો ફસાઈ ગયા હતા. તાપમાન પણ શૂન્યથી નીચે ગગડ્યું હતું. ત્યારે સેનાએ બહાદુરી બતાવીને પર્યટકોને બચાવ્યા હતા.

ભારતીય સેનાએ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

ત્રિશક્તિ કોર્પ્સના જવાનોને બચાવ માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પૂરી પાડી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રવાસીઓને ગરમ ખોરાક અને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ભારતીય સેના લોકોની સુરક્ષા માટે તૈનાત

ત્રિશક્તિ કોર્પ્સ આપેલી માહિતી મુજબ, ભારતીય સેનાની ત્રિશક્તિ કોર્પ્સ સિક્કિમમાં સરહદોની રક્ષા કરતી વખતે નાગરિક વહીવટ અને લોકોને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. આ બચાવ કામગીરી રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની સુખાકારી બંને માટે ભારતીય સેનાના સમર્પણને પ્રકાશિત કરે છે. નાગરિકો અણધાર્યા પડકારો અને કટોકટીઓનો જવાબ આપવા માટે સેના બચાવ કરવા હંમેશા તત્પર છે. ફસાયેલા પ્રવાસીઓનું સફળ સ્થળાંતર વિવિધ ક્ષમતાઓમાં રાષ્ટ્રની સેવા કરવાની આર્મીની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે કામ કરે છે.

આ પણ વાંચો: ફરી કારમાંથી ભારતીય સેનાના 40 યુનિફોર્મ મળ્યા, બજારમાં વેચવાનો હતો પ્લાન

Back to top button