દુનિયાનો સૌથી વિશાળકાય સાપ એમેઝોન રેઈનફોરેસ્ટમાં જોવા મળ્યો
એમેઝોન રેઈનફોરેસ્ટ, 22 ફેબ્રુઆરી : વિજ્ઞાનીએ એમેઝોન રેઈનફોરેસ્ટના મધ્યમાં વિશ્વના સૌથી મોટા સાપ મળી આવ્યો છે. એક વિશાળ એનાકોન્ડા, જેના વિશે અગાઉ કોઈ જાણકારી નહોતી. તાજેતરમાં ટીવી વન્યજીવન પ્રસ્તુતકર્તા પ્રોફેસર ફ્રીક વોંક દ્વારા નેશનલ જિયોગ્રાફિક અભિયાન દરમિયાન આ વિશાળકાય જીવ મળી આવ્યો હતો. આ વિશાળ એનાકોન્ડા 26 ફૂટ લાંબો અને 200 કિલોથી વધુ વજન ધરાવે છે અને તેનું માથું માનવીના કદ જેટલું છે . આ સાપની પ્રજાતિને વિશ્વનો સૌથી મોટો અને સૌથી ભારે સાપ હોવાનું માનવામાં આવે છે.
વિલ સ્મિથ સાથે નેશનલ જિયોગ્રાફિક્સ ડિઝની+ સિરીઝ ‘પોલ ટુ પોલ’ના શૂટિંગ દરમિયાન આ પ્રજાતિ મળી આવી હતી. સંશોધકોએ નવી પ્રજાતિને લેટિન નામ ‘Eunectes akayima’ આપ્યું છે, જેનો અર્થ થાય છે ઉત્તરીય લીલા એનાકોન્ડા.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં પ્રોફેસર વોંક પોતાની શોધ દર્શાવતા પ્રચંડ એનાકોન્ડાની સાથે નિર્ભયતાથી સ્વિમિંગ કરતા જોવા મળે છે. ”મેં જોયેલું સૌથી મોટું પ્રાણી આ એનાકોન્ડા વીડિયોમાં જોઈ શકાય છે, કારના ટાયર જેટલું જાડું, આઠ મીટર લાંબુ અને 200 કિલોથી વધુ ભારે, મારા માથા જેટલું તેનું મોટું માથું. સંપૂર્ણ વિસ્મય અને આશ્ચર્યજનક છે આ રાક્ષસ,” તેમણે વીડિયોને આવું કેપ્શન આપ્યું છે.
આ એનાકોન્ડા ઘણીવાર તેના શિકાર તરફ વધુ ઝડપથી આગળ વધે છે અને તેના મજબૂત શરીરનો ઉપયોગ શિકારને ગૂંગળાવી અને તેને સંપૂર્ણ ગળી જવા માટે કરે છે. એનાકોન્ડા એક જળચર સાપ છે અને તેને પાણીમાં રહેવું ગમે છે. તે એમેઝોન રેઈનફોરેસ્ટ, ઓરિનોકો બેસિન અને દક્ષિણ અમેરિકાના પેરાગ્વે નદીના તટપ્રદેશમાં જોવા મળે છે. એનાકોન્ડા 30 ફૂટ લાંબો અને 500 કિલોગ્રામ વજન સુધી વધી શકે છે. એનાકોન્ડામાં ઝેર નથી હોતું, પરંતુ તે એટલું મોટો હોય છે કે તે સરળતાથી કોઈને પણ ગળી શકે છે.
અગાઉ, એમેઝોન પર ગ્રીન એનાકોન્ડાની માત્ર એક જ પ્રજાતિને ઓળખવામાં આવતી હતી, જેને જાયન્ટ એનાકોન્ડા તરીકે પણ ઓળખાય છે. જો કે, વોંક અને નવ દેશોના અન્ય 14 વિજ્ઞાનીઓએ અને તેમની ટીમે નક્કી કર્યું કે ઉત્તરીય ગ્રીન એનાકોન્ડાએ સંપૂર્ણપણે લીલા એનાકોન્ડાથી અલગ પ્રજાતિ છે.
સંશોધકોના મતે આ શોધ એનાકોન્ડાના સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ છે, જે સૌથી મોટો શિકારી છે અને તેમની ઇકોસિસ્ટમમાં સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો : ISRO: ગગનયાન કાર્યક્રમ માટે CE20 ક્રાયોજેનિક એન્જિનનું માનવ રેટિંગ સફળ