ટ્રેન્ડિંગવર્લ્ડ

છૂટાછેડાનો અનોખો કિસ્સો: પત્નીએ માંગ્યો ડિવોર્સ તો પતિએ કહ્યું પહેલા કિડની પાછી આપો

  • જો તેણી કિડની પરત ન કરી શકે તો તે તેને 1.2 મિલિયન પાઉન્ડની રકમ આપે તેવી પતિની માંગ 

HD ન્યૂઝ ડેસ્ક, 22 ફેબ્રુઆરી: આજકાલ પતિ-પત્ની વચ્ચે ઝઘડા સામાન્ય બની ગયા છે. આ ઝઘડાઓને કારણે છૂટાછેડાનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે વધી ગયું છે. ત્યારે પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાનો એક અનોખો કિસ્સો બહાર આવ્યો છે. આ કિસ્સામાં જ્યારે પત્નીએ પતિ પાસેથી છૂટાછેડા માંગ્યા ત્યારે પતિએ દાનમાં આપેલી કિડની પરત માંગી લીધી. તેણે કહ્યું કે, જો તેણી કિડની પરત ન કરી શકે તો તે તેને 1.2 મિલિયન પાઉન્ડની રકમ આપે. ભારતીય રૂપિયામાં આ 12 કરોડ રૂપિયાથી વધુ હશે.

લોકો નાની-નાની બાબતોને લઈને છૂટાછેડા લઈ રહ્યા છે. છૂટાછેડા દરમિયાન સમાધાન થાય છે. આ દરમિયાન પૈસા, ઘર અને કાર સહિત અન્ય ઘણી વસ્તુઓની માંગ કરવામાં આવે છે. પરંતુ તેની પત્નીએ છૂટાછેડાની અરજી દાખલ કર્યા બાદ એક વ્યક્તિએ તેને દાનમાં આપેલી કિડની પરત માંગી હતી.

કિડની ન આપવા બદલ 12 કરોડ રૂપિયા માંગ્યા

ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા પત્નીની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. આ દરમિયાન પતિએ પોતાની એક કિડની પત્નીને દાનમાં આપી હતી. પતિએ પત્નીને આપેલી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને તેનો જીવ બચી ગયો હતો. હવે જ્યારે પત્નીએ છૂટાછેડા માંગ્યા ત્યારે પતિએ કહ્યું કે, તે કાં તો કિડની પાછી આપે અથવા તેને 1.2 મિલિયન પાઉન્ડની રકમ આપી દે. ભારતીય રૂપિયામાં આ 12 કરોડ રૂપિયાથી વધુ હશે. આ અંગે કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને હવે આ અંગે કોર્ટનો નિર્ણય પણ આવી ગયો છે.

1990માં કર્યા હતા લગ્ન

અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ અનુસાર, ડૉ. રિચર્ડ બતિસ્તા નામના વ્યક્તિએ 1990માં ડોનેલ નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન સારી રીતે ચાલી રહ્યા હતા. આ લગ્નથી દંપતીને ત્રણ બાળકો હતા. ત્યારબાદ 2001માં રિચર્ડે તેની પત્નીની બીમારીને કારણે તેને કિડની દાન કરવાનો નિર્ણય કર્યો. 4 વર્ષ પછી તેની પત્નીએ છૂટાછેડા માંગ્યા. રિચર્ડ બટિસ્ટાએ તેની પત્ની પર અફેર કરવાનો આરોપ લગાવ્યો હતો. કિડની પરત કરવા માટે છૂટાછેડાની શરત પણ મૂકી.

તબીબી નિષ્ણાતે ના પાડી

પતિની આ વિચિત્ર માંગ બાદ મામલો ચર્ચામાં આવ્યો હતો. મેડિકલ એક્સપર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, આ માગણી સ્વીકારી શકાય નહીં. આ મહિલાને તેનો જીવ ગુમાવવો પડી શકે છે. નિષ્ણાતોએ એમ પણ કહ્યું કે, કિડની દાન કર્યા બાદ તે હવે મહિલાના શરીરમાં છે. તેથી હવે તે કિડની ડોનેલની છે રિચાર્ડની નહીં. આ પછી મામલો કોર્ટમાં ગયો.

કોર્ટે ફટકાર લગાવી

હવે આ મામલે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. નાસાઉ કાઉન્ટી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, પતિની માંગ કાયદાકીય સમાધાનની વિરુદ્ધ છે. આ સાથે કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, એવી પણ સંભાવના છે કે, આવી માંગણીઓને કારણે પતિ કોઈ ક્રિમિનલ કેસમાં ફસાઈ શકે છે અને તે કેસમાં તેને જેલમાં જવું પડી શકે છે.

આ પણ જુઓ: અમેરિકાની યેલ યુનિવર્સિટીએ છેવટે ભારતની માફી માંગી: જાણો શું છે કારણ?

Back to top button