ગુજરાત: ગિરનાર પર્વત પર પાણીની બોટલનું વેચાણ બંધ, જાણો શું છે કારણ
- ગિરનાર પર્વત પર પ્રાથમિક એવી પાણીની સુવિધા હાલ ઉપલ્બધ નથી
- 20 લિટરનાં પાણીનાં કેરબાં ગિરનાર સીડી પરનાં વેપારીઓને ફાળવવામાં આવ્યાં
- પ્લાસ્ટિકની પાણીની બોટલોનું વેચાણ પણ બંધ કરવામાં આવતાં વેપાર રોજગાર પર માઠી અસર
ગિરનાર પર પાણી બંધ થતાં 120થી વધુ વેપારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી છે. જેમાં હાઈકોર્ટના હુકમથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે તેથી પાણીની બોટલના વેચાણ બંધ થયાં છે. મંદિર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા નહીં તો ઉગ્ર આંદોલન થશે. તેમજ વેપાર-ધંધો બંધ રાખવામાં આવશે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે, કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ
આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
ગુજરાત હાઈકોર્ટે ગિરનાર પર પ્લાસ્ટિકનાં ઉપયોગને લઈને થતાં પ્રદુષણને લઈને જિલ્લા વહીવટી તંત્રને આ બાબતે ટકોર કરી હતી. જેનાં પગલે વહીવટી તંત્રએ ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. પરંતુ ગિરનાર પર પાણીની કોઈપણ જાતની વ્યવસ્થા ન હોય અને પ્લાસ્ટિકની પાણીની બોટલોનું વેચાણ પણ બંધ કરવામાં આવતાં વેપાર રોજગાર પર માઠી અસર પડી છે. જેનાં કારણે ગિરનાર સીડી પરનાં નાના-મોટા આશરે 120 જેટલા વેપારીઓએ હડતાલ પર ઉતરી વેપારી એસોસીએશનને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી પાણીની સુવિધા જ્યાં સુધી પુરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી વેપાર-ધંધો બંધ રાખવામાં આવશે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી અને કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા
20 લિટરનાં પાણીનાં કેરબાં ગિરનાર સીડી પરનાં વેપારીઓને ફાળવવામાં આવ્યાં
ગિરનાર પર્વત પર પ્રાથમિક એવી પાણીની સુવિધા હાલ ઉપલ્બધ નથી. જેથી તંત્ર દ્વારા પ્રાથમિક ધોરણે 20 લિટરનાં પાણીનાં કેરબાં ગિરનાર સીડી પરનાં વેપારીઓને ફાળવવામાં આવ્યાં હતા. જેનાં મારફ્તે યાત્રાળુંઓને પાણીનાં ગ્લાસ દ્વારા પાણીનું વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ વેપારીઓને પાણીનાં કેરબા ગિરનાર પર લઈ જવા આવવા માટે ભારે મહેનત કરવાનો વારો આવતાં તેમજ અમુક યાત્રીકો ફ્લ્ટિર પાણીની પેકેઝિંગ બોટલનો જ આગ્રહ રાખતાં હોવાને લીધે ગ્લાસમાં પાણી પીવા માટે સહમત થતાં ન હતાં. આમ, તંત્ર દ્વારા વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોય અને જે વ્યવસ્થાનો સાચા અર્થમાં ઉપયોગ થતો ન હોવાને લીધે વેપારીઓએ આ વ્યવસ્થાને સ્વિકારી નથી.