ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટીયર ગેસના જવાબમાં ખેડૂતોએ મરચાંનો પાવડર નાખીને પરાળ સળગાવ્યો, 12 સૈનિકો ઘાયલ

  • પોલીસથી બચવા ખેડૂતોએ અપનાવી નવી રીત
  • પરાળમાં મરચાંનો પાવડર નાખી પોલીસને ઘેર્યા

હરિયાણા, 21 ફેબ્રુઆરી: ખેડૂતોની સરકાર સાથેની વાતચીતના ચોથા રાઉન્ડની નિષ્ફળતા બાદ ખેડૂતોએ દિલ્હીમાં પ્રવેશવાની તૈયારી કરી લીધી છે. મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હરિયાણા પોલીસ ટીયર ગેસના શેલ છોડીને તેમને રોકવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આ દરમિયાન ખેડૂતોએ પોલીસથી બચવા માટે નવી રીત અપનાવી છે.

પંજાબને હરિયાણા સાથે જોડતી ખનૌરી બોર્ડર પાસે હજારો પરાળના ઢગલા ઊભા કરવામાં આવ્યા છે. ખનૌરી સરહદ પાસે ખેડૂતો ખેતરોમાંથી પરાળ કાઢીને તેમાં મરચાંનો પાવડર ઉમેરીને બાળી રહ્યાં છે. આવી સ્થિતિમાં હરિયાણા તરફ પવનના પ્રવાહને કારણે આ ધુમાડો સુરક્ષાકર્મીઓ માટે મુશ્કેલીનો વિષય બની ગયો છે. એક તરફ પોલીસ ટીયર ગેસના શેલ છોડી રહી છે તો બીજી તરફ ખેડૂતો પરાળ સળગાવી રહ્યા છે. જેના કારણે સરહદ પર અરાજકતાનો માહોલ છે.

ખેડૂતોના હુમલામાં 12 પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ

હરિયાણાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે બુધવારે ખેડૂતોના આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓએ દાતા સિંહ-ખનૌરી બોર્ડર પર મરચાંનો પાઉડર પરાળમાં નાખ્યો હતો અને ત્યાર બાદ તેને સળગાવ્યો હતો. આ સાથે જ પોલીસેને ચારે બાજુથી ધેરી લીધી હતી અને પોલીસ પર પથ્થરમારો સાથે લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 12 પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

 

તેમણે કહ્યું કે મરચાંનો પાવડર પરાળમાં નાખી સળગાવવાથી ઉત્પન્ન થતા ઝેરી ધુમાડાથી પોલીસ તેમજ આસપાસના લોકો પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોના હુમલામાં 12 જેટલા પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. વિરોધ કરી રહેલા ખેડૂતોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. કારણ કે ઝેરી ધુમાડો દૃશ્યતા ઘટાડે છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી થઈ રહી છે.

ખનૌરી બોર્ડર પર કેવી છે સ્થિતિ?

હરિયાણા પોલીસ ખેડૂતોને રોકવા ટીયરગેસનો ઉપયોગ કરી રહી છે. તેનાથી બચવા માટે ખેડૂતો પોતાના ચહેરા પર ટૂથપેસ્ટ લગાવી રહ્યા છે. ઘણા ખેડૂતો ભીના કપડા પણ પોતાની સાથે લઈ જઈ રહ્યા છે. આ સાથે ખેડૂતોએ બોરીઓ પણ તૈયાર રાખી છે. આવી સ્થિતિમાં હરિયાણા પોલીસે ખનૌરી સરહદને સંપૂર્ણ રીતે મજબૂત કરી દીધી છે.

આ પણ વાંચો: ‘MSP ગેરંટીથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી’, ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો, ચોથા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ

Back to top button