અમદાવાદગુજરાત

મહિલા વિરૂધ્ધના ગુનાઓના 29 કેસોમાં ખૂબ ઓછા સમયમાં સજા અપાઈઃ હર્ષ સંઘવી

ગાંધીનગર, 21 ફેબ્રુઆરી 2024, ગુજરાત વિઘાનસભામાં ગૃહરાજ્ય મંત્રીએ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો દ્વારા વર્ષ-2022 માટે જાહેર કરાયેલા આંકડાને ટાંકીને કહ્યુ કે, 36 રાજ્યોમાંથી ગુજરાતનુ સ્થાન હિંસાત્મક ગુનામા 31માં સ્થાને, મહિલાઓ સામેના ગુનાઓમાં 33મા ક્રમે, બાળકો સામેના ગુનાઓમાં 27માં ક્રમે, શરીર સબંધિત ગુનામાં 30મા ક્રમે, મિલકત વિરુધ્ધના ગુનાઓમાં 28મા ક્રમે, આર્થિક ગુનાઓમાં 33મા ક્રમે છે. મહિલાઓ વિરૂધ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન 33મા સ્થાને છે. છેલ્લા બે વર્ષમાં મહિલા વિરૂધ્ધના ગુનાઓના આશરે 29 કેસોમાં ખુબ ઓછા સમયમાં આજીવન કેદ અને ફાંસીની સજા આપવામાં આવી છે.

ઓછા સમયમાં આજીવન કેદ અને ફાંસીની સજા અપાઈ
મીસીંગ ચાઇલ્ડ કામગીરી અંગે તેમણે કહ્યું કે, સમગ્ર ભારતમાં બાળકો વિરૂધ્ધના ગુનામાં ગુજરાતનો ક્રમાંક 27મો છે. વર્ષ-2023માં કૂલ-751બાળકો શોધવામાં આવ્યા છે. રાજ્યમાં વર્ષ-2007થી 31મી ડિસેમ્બર 2023 સુધીમાં 59048 ગુમ/અપહરણ પૈકી કુલ 56585 બાળકો શોધી કાઢવામાં આવ્યા છે. જેથી બાળકો શોધવાની ટકાવારી 95.83 ટકા છે.મહીલા સલામતિ અંગે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. મહિલાઓ વિરૂધ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન 33મા સ્થાને છે.છેલ્લા બે વર્ષમાં મહિલા વિરૂધ્ધના ગુનાઓના આશરે 29 કેસોમાં ખુબ ઓછા સમયમાં આજીવન કેદ અને ફાંસીની સજા આપવામાં આવી છે.

2023માં આશરે 2789 નાસતા ફરતા આરોપીઓ પકડાયા
મંત્રી હર્ષ સંઘવીએ નાસતા ફરતા આરોપીઓ અંગે ગુજરાત પોલીસે કરેલી કામગીરી અંગે કહ્યુ કે, વર્ષ-2023માં આશરે 2789 નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તેમાંથી 20 વર્ષ કરતા વધુ સમયથી નાસતા ફરતા 78 આરોપીઓ, 15 વર્ષ કરતા કરતા વધુ સમયથી નાસતા ફરતા 87 આરોપીઓ, 10 વર્ષ કરતા વધુ સમયથી નાસતા ફરતા 159 આરોપીઓ અને પાંચ વર્ષ કરતા કરતા વધુ સમયથી નાસતા ફરતા 286 આરોપીઓનો સમાવેશ થાય છે. સીઆઇડી ક્રાઇમમાં રાજયમાં પ્રથમ વાર પોલીસ અધીક્ષક કક્ષાના અધિકારી સેલના વડપણ હેઠળ એનડીપીએસ સેલની રચના થશે.

આધુનિક તકનીકી સાધનો ઉપલબ્ધ કરાવાશે
રાજ્યના કોઇ પણ ખૂણે કોઇ પણ ઘટના બને તો શહેરી વિસ્તારમાં 10 મીનીટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મીનીટના રીસ્પોન્સ ટાઇમ હાંસલ કરવા ગૃહ રાજ્ય મંત્રીએ યોજના જાહેર કરી છે, આ માટે 1100 નવા વાહનો અને નવા પોલીસ સ્ટાફની ફાળવણી આખા રાજ્યને ડાયલ 112માં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામ સુરક્ષા કવચ યોજના અંતર્ગત 200 આઉટપોસ્ટને હેડ કોન્સ્ટેબલ / એએસઆઇ કક્ષાથી પોલીસ સબ ઇન્સપેકટર કક્ષામાં અપગ્રેડ તેમજ એક પોલીસ કોન્સ્ટેબલ અને એક મોટર સાયકલની ફાળવણી કરવામાં આવશે.રાજ્યના મહાનગરોમાં મોબીલીટી અને સલામતી માળખાને મજબુત બનાવવા 1000 ટ્રાફીક પોલીસની નવી જગ્યાઓ અને આધુનિક તકનીકી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચોઃPM મોદીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે અમદાવાદમાં આ રસ્તા બંધ રહશે, જાણો વૈકલ્પિક માર્ગ

Back to top button