ગુજરાત

સુરત પુલિસ કે હાથ બહોત લંબે હૈઃ ઓરિસ્સા પોલીસ સાથે મળી ગાંજા સપ્લાયરની મિલ્કત સીઝ કરી.

Text To Speech

કહેવાય છે કે કાનૂન કે હાથ બહોત લંબે હોતે હૈ. આજે ગુજરાતની સુરત પોલીસે આ ડાયલોગને સાચો સાબિત કર્યો છે.  સુરત ક્રાઈમબ્રાંચની ટીમે સૌથી મોટા ગાંજા ડિલર પાંધી બ્રધર્સ પર ઐતિહાસીક પગલું ભર્યું છે. અને ઓરિસ્સા પોલીસ સાથે મળીને ઓરિસ્સાના ગાંજમમાં તેની કેટલીક પ્રોપર્ટીને સીઝ કરવામાં આવી છે.

ગાંજમમાં આવેલી પ્રોપર્ટી

પહેલી વાર અન્ય રાજ્યમાં આટલી મોટી કાર્યવાહી
આ પહેલીવાર બન્યું છે જ્યારે બંને રાજ્યોની એજન્સી જ્યાં આરોપી રહે છે અને અન્ય રાજ્ય જ્યાં તે ફરાર છે અને NDPS પદાર્થોનું વેચાણ કરે છે ત્યાં  પહોંચી કાયદાના પાઠ ભણાવ્યા હોય. મુખ્ય આરોપીનું નામ અનિલ પાંધી છે. NDPS એક્ટ કલમ 66 હેઠળ આરોપીની મિલકત જપ્ત કરવામાં આવી છે. અનિલ પાંધીનો ભાઈ પણ PITNDPS હેઠળ સાબરમતી જેલમાં છે.

રાજ્ય બહાર બેસી નશાનો કારોબાર કરતા શખ્સોની ખેર નહીં
એસટીએફ ઓરિસ્સા અને સુરત શહેર પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા ગંજમમાં અનિલ પાંડીની પ્રોપર્ટીના ડ્રગ સપ્લાયરને ગંજમમાં સીઝ કરવામાં આવ્યું હોવાની આ પ્રથમ ઘટના છે. આ કાર્યવાહીથી પોલીસ સંદેશ આપવા માગે છે કે નશાના કાળા કારોબારમાં સંડોવાયેલા અને યુવાધનને બરબાદ કરનાર લોકો જે ગુજરાત બહારથી કામ કરતા હશે તો પણ તેમની ખેર નથી.

Back to top button