સની લિયોનીનો ફોટો પરીક્ષાના એડમિટ કાર્ડ પર કેવી રીતે છપાયો, અહીં જાણો કારણ
- સોશિયલ મીડિયામાં યુપી પોલીસ એડમિટ કાર્ડ વાયરલ થઈ રહ્યું છે
- વાયરલ કાર્ડમાં સની લિયોનીનો ફોટો છપાયો છે, પોલીસે આ મામલે તપાસ કરી
- એડમિટ કાર્ડ પર સની લિયોનીનો ફોટો છપાવા પાછળ ધર્મેન્દ્રની બેદરકારી
લખનઉ, 21 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં સની લિયોનીના ફોટા સાથેનું એડમિટ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ એડમિટ કાર્ડ મહોબાના ધર્મેન્દ્ર કુમારનું છે. ધર્મેન્દ્રનું કહેવું છે કે આમાં તેનો કોઈ હાથ નથી. સનીનો ફોટો વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો હતો, ત્યાર બાદ રવિવારે ક્રાઈમ બ્રાંચના અધિકારી ઉમેદવારના ગામમાં પહોંચ્યા અને તેમની પૂછપરછ કરી હતી.
પોલીસ પૂછપરછ માટે ઉમેદવારના ગામમાં પહોંચી હતી
માહિતી આપતી વખતે ઉમેદવાર ધર્મેન્દ્ર કુમારે કહ્યું કે તેણે મહોબામાં સાયબર કાફેમાંથી પોલીસ ભરતી માટે અરજી કરી હતી. તેના એડમિટ કાર્ડ પર પરીક્ષા કેન્દ્ર કન્નૌજ લખેલું હતું પરંતુ તેના ફોટાને બદલે સની લિયોનીનો ફોટો છપાયો હતો. પરંતુ આ પછી જ્યારે યુવકને પોલીસ સ્ટેશન બોલાવીને કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનો લોગિન પાસવર્ડ ક્યાંક શેર કર્યો હોવાનું કહ્યું હતું.
કેવી રીતે સનીનો ફોટો છપાયો?
ઉમેદવારોને તેમના લોગિન આઈડી અને પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવાની કડક સૂચના હતી, છતાં અનેક ઉમેદવારોએ આ સૂચનાનું પાલન ન કરીને આઈડી-પાસવર્ડ શેર કર્યા હતા. જેના કારણે ધર્મેન્દ્રની પ્રોફાઈલમાં કોઈએ એડિટ વિન્ડો દ્વારા તેનું નામ અને ફોટો બદલી નાખ્યો હતો. ત્યાર બાદ આ એડમિટ કાર્ડ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયું હતું.
ધર્મેન્દ્રની પ્રોફાઈલ એડિટ કરનારની શોધખોળ ચાલું
હાલમાં આ મામલે ભરતી બોર્ડે પોલીસ અધિક્ષક મહોબાને આઈપી એડ્રેસ ટ્રેસ કરવા અને તપાસ કરવા અને આરોપીઓને શોધવા સૂચના આપી છે.
આ પણ વાંચો: NEET MDS પરીક્ષા નિર્ધારિત સમય પર લેવાશે, સુપ્રીમ કોર્ટે તારીખ લંબાવવાનો ઇનકાર કર્યો