ટ્રેન્ડિંગનેશનલ

‘ગિરિરાજ અમર ઝટકા મીટ’ની દુકાન: ભાજપના ફાયર બ્રાન્ડ સાંસદ કરી રહ્યાં છે પ્રચાર

Text To Speech

બિહાર, 21 ફેબ્રુઆરી : ગિરિરાજ સિંહ(Giriraj Singh) બેગુસરાયથી બીજેપી સાંસદ છે. અને તેમની એક સોશિયલ મીડિયા પોસ્ટ આજકાલ ખુબ જ વાઈરલ થઇ રહી છે. આ પોસ્ટમાં તેઓ એક મીટ શોપનું(Meat shop) પ્રમોશન કરતા જોવા મળી રહયા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી લખ્યું છે – બિહારના બેગુસરાયમાં ઘણા લોકો સાથે વાત કરી અને તેમને ઝટકા મીટની દુકાન(Jatka Meat Shop) ખોલવા માટે પ્રોત્સાહિત કર્યા. આગામી સમયમાં વધુ ઝટકા માંસની દુકાનો ખોલવામાં આવશે અને તેનો વિસ્તાર કરવામાં આવશે. અને હું વ્યક્તિગત રીતે તે દુકાનનો પ્રચાર કરીશ. અમરજીનું આ પગલું પ્રશંસનીય છે.

ગિરિરાજ સિંહની આ પોસ્ટ પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે શેર અને કમેન્ટ કરી છે. બીજેપી નેતા દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં એક પોસ્ટર દેખાઈ રહ્યું છે જેના પર ગિરિરાજ સિંહની તસવીર છે. પોસ્ટર પર લખ્યું છે- ગિરિરાજ અમર ઝટકા મીટ.(Giriraj Amar Zatka Meat) ચિકન અને ઈંડાના જથ્થાબંધ અને છૂટક વિક્રેતાઓ.ખાસ નોંધમાં લખવામાં આવ્યું છે કે લગ્ન અને અન્ય પાર્ટીઓના પ્રસંગે અહીં ઓર્ડર સપ્લાય કરવામાં આવે છે. પોસ્ટરમાં તેની સાથે સરનામું પણ લખવામાં આવ્યું છે.

સૈન્ય સહાયકની નોકરી માટે ગયા હતા રશિયા, યુક્રેન સામે યુદ્ધ લડવા મોકલી દીધા: ભારત સરકાર પાસે માંગી મદદ

Back to top button