ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવિશેષ

ઘર બેઠા મેળવો તમારું વોટર આઈડી કાર્ડ, આ રીતે કરો ઑનલાઈન અરજી

અમદાવાદ, 21 ફેબ્રુઆરી : મતદાર આઈડી કાર્ડ માટે ઑનલાઈન અરજી કરવાથી તમારે મતદાર ઓળખપત્ર મેળવવા માટે તેની ઓફિસની રૂબરૂ મુલાકાત લેવાની જરૂર નહીં પડે. તમે ફોન અથવા લેપટોપની મદદથી ભારતના ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર જઈને ફોર્મ 6 ભરીને સબમિટ કરી શકો છો. જોકે, આ ઉપરાંત (Voter Helpline) નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ઑનલાઈન મતદાર ઓળખ કાર્ડ સરળતાથી મેળવી શકાય છે. (વાંચો અહીંhttps://humdekhenge.in/election-commissions-mobile-app-is-a-boon-for-citizens-making-it-easy-to-get-voter-card-online/)

દેશમાં લોકસભા ચૂંટણી (લોકસભા ચૂંટણી 2024)ની તૈયારીઓ ચાલુ છે. જો તમારી ઉંમર આ વર્ષે 18 વર્ષની થઈ ગઈ છે તો તમે પણ મત આપવા માટેની લાયકાત ધરાવતા થઈ ગયા છો, તેથી તમે વોટર આઈડી કાર્ડ માટે ઑનલાઈન અરજી કરી શકો છો. મતદાર આઈડી કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાનો અર્થ એ થશે કે તમારે મતદાર આઈડી માટે ઓફિસની મુલાકાત લેવી નહીં પડે.

મતદાર આઈડી કાર્ડ માટે ઓનલાઇન અરજી કરવાની રીત

ઓનલાઈન વોટર આઈડી કાર્ડ માટે, સૌ પ્રથમ તમારે ભારતના ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ (https://www.eci.gov.in/) ની મુલાકાત લો.

ત્યારબાદ, Electors વિકલ્પ પર ટેપ કરવું

તે પછી, રજીસ્ટર ઓનલાઈન પર ટેપ કરવું પડશે અથવા રજીસ્ટ્રેશન માટે ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.

ત્યારબાદ, સામાન્ય મતદારો માટે નવી નોંધણી પર ક્લિક કરવું

હવે ફોર્મ 6 ભરવાનું રહેશે.

ફોર્મ ભરવા માટે, તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, પાસવર્ડ, કેપ્ચા સાથે લોગ ઇન કરવું પડશે.

(જો તમારી પાસે એકાઉન્ટ નથી, તો પહેલા સાઇન અપ કરો)

હવે એકાઉન્ટ લોગિન માટે, તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP નાખી ને લોગિન કરો.

એકાઉન્ટમાં લોગ ઇન કર્યા પછી, આપેલી તમામ વિગતો અને દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

મતદાર ઓળખ કાર્ડ માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે

એક પાસપોર્ટ સાઇઝનો ફોટો

ઓળખનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, હાઇસ્કૂલ માર્કશીટ)

સરનામાનો પુરાવો (રેશન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ફોન અથવા વીજળીનું બિલ)

મતદાર ઓળખ કાર્ડ માટે કોણ અરજી કરી શકે 

મતદાર ઓળખ કાર્ડ માટે કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે જેમ કે,

તમે ભારતીય નાગરિક છો

તમારી પાસે કાયમી રહેઠાણનું સરનામું છે

તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની છે

આ પણ વાંચો : ECની મોબાઈલ એપ નાગરિક માટે વરદાન, ઓનલાઈન મતદાર કાર્ડ મેળવવું બન્યું સરળ

Back to top button