ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મિસ વર્લ્ડ કાઉન્ટડાઉનઃ 27 વર્ષ બાદ ભારતમાં યોજાશે ફાઈનલ, 120 રૂપસુંદરી દિલ્હી પહોંચી

Text To Speech

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: 71મી મિસ વર્લ્ડ ફિનાલેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષે ભારતમાં મિસ વર્લ્ડ ફિનાલે યોજાશે. મિસ વર્લ્ડ ફાઇનલનો પ્રારંભ દિલ્હીમાં 120 કન્ટેસ્ટેન્ટના આગમન સાથ થઈ ગયો છે. આ મેગા ઈવેન્ટનું આયોજન 9 માર્ચે મુંબઈમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવશે. દુનિયાભરમાંથી આવેલા 120 સ્પર્ધકો એકબીજા સાથે સ્પર્ધા કરતા જોવા મળશે. અગાઉ 27 વર્ષ પહેલા મિસ વર્લ્ડની કોમ્પિટિશન ભારતમાં યોજાઈ હતી.

સિની શેટ્ટી ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે

 

View this post on Instagram

 

A post shared by Femina Miss India (@missindiaorg)

પોતપોતાના દેશોનું પ્રતિનિધિત્વ કરતા 120 રૂપસુંદરીઓ હોટેલ અશોકા પહોંચી છે. આ આખા અઠવાડિયા દરમિયાન તેઓ સંખ્યાબંધ કાર્યક્રમો, સ્પર્ધાઓ અને ચેરિટી ઇવેન્ટ્સમાં ભાગ લેશે. જ્યાં તે માત્ર તેમની સુંદરતા અને સૌમ્યતા જ નહીં, પરંતુ સામાજિક મુદ્દાઓ પ્રત્યે તેમની બુદ્ધિ, સહાનુભૂતિ અને નિશ્ચય પણ દર્શાવશે. જો કે, ખાસ વાત આ છે કે ભારતનું પ્રતિનિધિત્વ સિની શેટ્ટી કરી રહી છે. સામે આવેલી આ તસવીરોમાં તે બનારસી સાડીમાં જોવા મળી રહી છે. સિની આ પહેલા મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી ચૂકી છે.

ભારતમાં વર્ષો પછી મિસ વર્લ્ડનું આયોજન

મહત્ત્વનું છે કે, 8 જૂન 2023ના રોજ મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને જાહેરાત કરી હતી કે સ્પર્ધા UAE ના બદલે ભારતમાં યોજાશે. 1996 પછી આ પ્રથમ વખત છે જ્યારે દેશમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આ દેશ માટે ગર્વની વાત છે. મિસ વર્લ્ડ ઑર્ગેનાઈઝેશનની ચેરમેન અને CEO જૂલિયા મોર્લે સીબીઈ સહિત તમામ સુંદરીઓ રાજઘાટ પર રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેમના સત્ય, અહિંસા અને સમાનતાના સિદ્ધાંતે દુનિયાભરમાં પેઢી દર પેઢી લોકોને પ્રેરિત કર્યા છે અને મિસ વર્લ્ડ ઑર્ગેનાઇઝેશનની થીમ Beauty With The Purposeમાં પણ આ ચોક્કસપણે દેખાય છે.

આ પણ વાંચો: મિસ વર્લ્ડ સ્પર્ધા અંગે સિની શેટ્ટીએ કહ્યું, દેશ આજે દુનિયાને પ્રભાવિત કરવા સક્ષમ

Back to top button