ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુપીના બે છોરા ફરી સાથે, સપા-કોંગ્રેસ ગઠબંધન નક્કીઃ અખિલેશે કરી જાહેરાત

ઉત્તર પ્રદેશ, 21 ફેબ્રુઆરી : આગામી લોકસભા ચૂંટણી માટે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નક્કી થઈ ગયું છે. સપા અને કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે. આજે સાંજ સુધીમાં બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવશે. સપા પ્રમુખ અખિલેશ યાદવે આ વાતની પુષ્ટિ કરી છે.

આગામી લોકસભા ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વાતચીત થઈ છે. બંને પક્ષો ગઠબંધનની ફોર્મ્યુલા પર લગભગ સહમત થઈ ગયા છે. આજ સાંજ સુધીમાં સીટ વહેંચણીની જાહેરાત કરવામાં આવશે. આ અંગે સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે અમારી વચ્ચે કોઈ વિવાદ નથી. ગઠબંધન થશે. ટૂંક સમયમાં બધું સ્પષ્ટ થઈ જશે. બાકીની વસ્તુઓ જૂની થઈ ગઈ છે. બધું સારું છે, અંત ભલા તો સબ ભલા.

અખિલેશે કહ્યું, સમાજવાદી પાર્ટી વધુમાં વધુ લોકોને જોડવાનો પ્રયાસ કરશે. સમય આવશે ત્યારે લોકોને જવાબદારી સોંપવામાં આવશે. તેમજ આજ સાંજ સુધીમાં સીટોની વહેંચણીની જાહેરાત થઈ શકે છે. આજે સાંજે 5 વાગ્યે સંયુક્ત પત્રકાર પરિષદ થશે. અને તેમા બંને પાર્ટીઓના વરિષ્ઠ નેતા હજાર રહેશે.

ગઠબંધનમાં કોંગ્રેસને મળશે 17 બેઠકો

બંને પક્ષોના રાજ્ય એકમોએ ગઠબંધનની જાહેરાત કરી છે. યુપીમાં લોકસભાની કુલ 80 સીટો છે. ત્રણ બેઠકો પર દાવેદારીને લઈને બંને પક્ષો વચ્ચે ટક્કર થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ બે-ત્રણ બેઠકો પર વાતચીત ચાલી રહી છે. સપાએ કોંગ્રેસને સીતાપુર સહિત 17 સીટોની ઓફર કરી હતી, કોંગ્રેસ આ માટે રાજી થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટી કોંગ્રેસ પાર્ટી માટે અમરોહા સીટ છોડી શકે છે. સમાજવાદી પાર્ટીએ સીતાપુર સીટને પણ 17 સીટોમાં ઉમેરી દીધી છે. કોંગ્રેસ હવે હાથરસને બદલે સીતાપુર સીટ લેશે.

આ ત્રણ બેઠકો પર સમસ્યા હતી

એક દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને ઝઘડો થયો છે. સ્થાનિક સ્તરે બેઠકોની વહેંચણી અંગે કોઈ વાત બની નથી. માહિતી અનુસાર, સપા પ્રમુખ અખિલેશ યાદવ મુરાદાબાદ, બલિયા અને બિજનૌર સીટો કોંગ્રેસને આપવા તૈયાર નથી. જ્યારે કોંગ્રેસ પોતાના પ્રદેશ અધ્યક્ષ અજય રાય માટે બલિયા સીટ પર દાવ લગાવવા માંગે છે. સાથે જ, બલિયાને સપાનો ગઢ માનવામાં આવે છે.

સીટ વહેંચણી બાદ ન્યાય યાત્રા પર જશે

એવી પણ માહિતી મળી હતી કે, સીટની વહેંચણી પર કોઈ સહમતિ ન બનતા સપા પ્રમુખ અખિલેશ યાદવે રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લીધો નથી. અગાઉ અખિલેશ યાદવે કહ્યું હતું કે જ્યાં સુધી કોંગ્રેસ સાથે સીટ શેરિંગ નક્કી નહીં થાય ત્યાં સુધી તેઓ યાત્રામાં ભાગ લેશે નહીં. સીટની વહેંચણી નક્કી થયા બાદ સમાજવાદી પાર્ટી કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાશે.

2019ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ મુરાદાબાદ સીટ પર જીત મેળવી હતી. મુરાદાબાદમાં કોંગ્રેસ મેયરની ચૂંટણીમાં બીજા ક્રમે રહી હતી અને નજીવા માર્જિનથી હારી ગઈ હતી.

યુપીમાં સપાએ અત્યાર સુધીમાં ત્રણ યાદીમાં 32 ઉમેદવારોની જાહેરાત કરી છે. પ્રથમ યાદી 30 જાન્યુઆરીએ આવી હતી. જેમાં 16 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. બીજી યાદીમાં 11 વધુ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી, ડોનમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીના ભાઈ અને BSP સાંસદ અફઝલ અન્સારીનું નામ પણ આ યાદીમાં સામેલ છે. ત્રીજી યાદીમાં 5 ઉમેદવારોના નામ હતા. શિવપાલ યાદવને બદાયુંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

વાટાઘાટો પાટા પર કેવી રીતે આવી?

જ્યારે મહાગઠબંધનમાં સીટની વહેંચણીનો મુદ્દો બગડતો જણાતો હતો ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ચાર્જ સંભાળ્યો હતો. તેણે વાતચીત શરૂ કરી. રાહુલ સાથે વાત કર્યા બાદ અખિલેશ યાદવ સાથે વાત કરી. ત્યારબાદ કોંગ્રેસે મુરાદાબાદ સીટની માંગ છોડી દીધી હતી. અને કોંગ્રેસે 2 ફેરફારોની માંગ કરી. હાથરસમાં સમાજવાદીની વપસીના બદલે તેમણે સીતાપુરની સીટ માંગી. કોંગ્રેસ શ્રાવસ્તી માટે બુલંદશહર અથવા મથુરા છોડવા સંમત થઈ. જોકે, સપાએ વારાણસી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. તેથી કોંગ્રેસે સપાને તેના ઉમેદવાર પાછા ખેંચવા વિનંતી કરી છે.

સપા-કોંગ્રેસ ફરી ગઠબંધન

2017માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે યુપીમાં સપા સત્તામાં હતી અને ચૂંટણી સમયે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હતું. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ગઠબંધને સૂત્ર આપવામાં આવ્યું હતું – ‘યુપીને આ ભાગીદારી પસંદ છે.’ ત્યારે બંને પક્ષના નેતાઓ, યુપીના બે છોકરાઓ એકસાથે આવવાનો સંદેશ આપતા જોવા મળ્યા હતા. ફરી એકવાર બંને પક્ષો વચ્ચે ગઠબંધન નક્કી થઈ ગયું છે.

સ્વામી પ્રસાદ મૌર્યના સવાલ પર અખિલેશે શું કહ્યું?

સ્વામી પ્રસાદ મૌર્યના ઇન્ડી ગાંઠબંધનનો ભાગ બનવા અંગે તેમણે કહ્યું કે આ જોડાણ હવે ઘણું આગળ વધી ગયું છે. સલીમ ઇકબાલ શેરબાનીની નારાજગી અંગે કહ્યું, SP બધાને સાથે રાખવાનો પ્રયાસ કરશે. જે અત્યારે બધાને આપી નથી શક્યા, તેવો પ્રયત્ન કરશું કે, સમય આવશે ત્યારે બધાને આપીશું.

આ પણ વાંચો : કટોકટીના વિરોધમાં ASG પદેથી રાજીનામું આપી દેનાર ફલી એસ નરીમનને યાદ રાખશે ભારત

Back to top button