કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ભાવનગરમાં GST કૌભાંડમાં 20 લોકો સામે GUJCTOC હેઠળ ગુનો દાખલ

Text To Speech

ભાવનગર, 21 ફેબ્રુઆરી 2024, શહેરમાં પ્રથમવાર ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ એકટ 2015 અંતર્ગત ગુનો નોંધાયો છે. ભાવનગરમાં આધાર કાર્ડના દુરુપયોગ દ્વારા આચરેલ જી.એસ.ટી.ચોરીના કૌભાંડમાં સંડોવાયેલ 20 શખ્સો સામે SGST દ્વારા ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ 20 શખ્સોમાં એક રાજકોટ અને 19 ભાવનગરના છે. આ મામલે ભાવનગર પોલીસ દ્વારા 20 આરોપીઓમાંથી 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ગુજરાતમાં પ્રથમવાર GST કૌભાંડીઓ સામે ગુજસીટોક અન્વયે ધરપકડ કરવામાં આવી છે.

20માંથી 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
પ્રાપ્ત વિગતો દ્વારા ભાવનગરમાં કૌભાંડીઓ દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને નાણાકીય પ્રલોભન અપાયા હતા. પ્રથમ નજીકના આધાર કેંદ્ર ખાતે લઈ જવામાં આવતા હતા. જ્યાં આધાર કેંદ્ર ખાતે તેમનાં બાયોમેટ્રિકના આધારે આધાર સાથે લિંક કરાયા હતા અને આધાર લિંકના મોબાઈલ નંબર બદલી નાખવામાં આવતા હતા. તેમજ ચેડાં કરેલ આધારકાર્ડનો ઉપયોગ કરી PAN અને GST નંબર મેળવીને આખું કૌભાંડ કરવામાં આવ્યું હતું.

શું છે GUJCTOC કાયદો
GUJCTOC નું પુરુ નામ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-2015 છે. જેમાં આર્થિક, સામાજિક અને દેશ વિરોધી કૃત્ય આચરતા તત્વો સામે ગુજસીટોક અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવે છે.આ કાયદા હેઠળ આરોપીને પાંચ વર્ષથી માંડીને આજીવન કેદ (મોટાભાગના કિસ્સામાં) કે મૃત્યુ દંડ અને રૃા.પાંચ લાખની ઓછો દંડ નહીં વસુલાય.તેમજ આ કાયદા હેઠળ ગિનો નોંધાતા પહેલાં આઇજીપી કે પોલીક કમિશનરની પૂર્વ મંજૂરી લેવી પડે છે. અને તેની તપાસ એસીપી કક્ષાના તપાસ અધિકારી કરે છે.

આ પણ વાંચોઃગુજરાતમાં નકલી હળદર, પનીર બાદ શંકાસ્પદ 2,500 લિટર દૂધનું ટેન્કર પકડાતા ચકચાર

Back to top button