શું અમીન સયાનીએ તોડ્યું હતું બિગ બીનું રેડિયો એનાઉન્સર બનવાનું સપનું? જાણો આખો કિસ્સો
મુંબઈ (મહારાષ્ટ્ર), 21 ફેબ્રુઆરી: રેડિયોની દુનિયાના જાદુગર અને પોતાના અવાજથી દરેક ઘરનો હિસ્સો બનનાર અમીન સયાનીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. હોસ્પિટલ પહોંચતા પહેલા જ અમીને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. પરંતુ જતાં-જતાં પોતાના જીવનનાં કેટલાક કિસ્સાઓ છોડીને ગયા છે. એક એવો જ કિસ્સો મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથેનો છે, જ્યારે બીગ બી પોતાના કરિયરને લઈને ઝઝૂમી રહ્યા હતા. વાત એમ છે કે, અમીન સયાનીએ અમિતાભ બચ્ચનનું ઓડિશન લેવાની ના પાડી દીધી હતી. તો ચાલો જાણીએ આગળની કહાની…
અમીન સયાનીએ જણાવી હતી હકીકત
બીગ બીના કહ્યા પ્રમાણે, જો અમીને તેમનું ઓડિશન લીધું હોત તો તે એક સક્સેસફૂલ બ્રૉડકાસ્ટર બની શક્યા હોત. પરંતુ બિગ બીએ કરેલી વાત એક તરફી હતી. મતલબ કે આ સમગ્ર કિસ્સાની સત્યતા ખુદ અમીન સયાનીએ ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. અમીને આખી કહાની જણાવતા કહ્યું કે, હું ખુદ હેરાન હતો જ્યારે અમિતાભ બચ્ચને આ વાતનો ખુલાસો કર્યો. એ સમયે અમીન રેડિયો સિલોન માટે બ્રૉડકાસ્ટિંગ કરતા હતા. ત્યારે ઘર-ઘર અવાજ અને ગીતો પહોચાડવાનું આ એકમાત્ર માધ્યમ રેડિયો હતું. એવામાં અમિતાભ તેમના વિશે વાત કરી રહ્યા છે તેનું અનુમાન લગાવવું અમીન માટે અઘરું ન હતું. પરંતુ આવું ક્યારે બન્યું તે અમીનને યાદ જ ન આવ્યું.
અમિતાભે એવોર્ડ્સમાં રિજેક્શનનો ઉલ્લેખ કરતા અમીનને આવ્યું યાદ
અમીને કહ્યું- ફિલ્મ ‘આનંદ’માં તેમનું પરફોર્મન્સ અને અવાજથી હું ખૂબ જ ઇમપ્રેસ્ડ થયો હતો. મેં નક્કી કર્યું હતું કે તેમની ફિલ્મોનું પ્રમોશન હું ખુદ કરીશ. પરંતુ પછી મેં મારી જાતને યાદ કરાવ્યું કે સ્ટુપિડ બનવાની જરૂર નથી, આ વ્યક્તિ ગમે તે રીતે હિટ જ જશે. તે દિવસોમાં અમિતાભ જયા ભાદુરીને ડેટ કરી રહ્યા હતા. અને ગુલઝાર સાહબ પણ ખૂબ લોકપ્રિય હતા. આ ફિલ્મ માટે ત્રણેયની જોડી જબરદસ્ત હિટ રહી હતી. ઘણા વર્ષો પછી મેં અમિતાભને ચીફ ગેસ્ટ તરીકે રેડિયો અને ટેલિવિઝન એડવર્ટાઇઝિંગ પ્રેક્ટિશનર્સ એસોસિએશન (RAPA) એવોર્ડ્સમાં આમંત્રણ આપ્યું. ત્યાં આપેલા પ્રવચનમાં તેમણે ઉલ્લેખ કર્યો કે કેવી રીતે તેમને ઓડિશન આપ્યા વિના ઘણી વખત રિજેક્ટ કરાયા. આ જ કારણે તેમણે એક્ટિંગ કરવાનું પસંદ કર્યું, નહીંતર તે આજે બ્રૉડકાસ્ટર હોત.
ઇન્ટવ્યૂ માટે મળતો તો આપણે સદીના મહાનાયક ગુમાવતા: અમીન સયાની
અમીને કહ્યું – તે શો પછી મેં મારી પત્ની રમાને પૂછ્યું, જે તે સમયે મારી સાથે રેડિયો સિલોનમાં કામ કરતી હતી, અમિતાભ કોના વિશે વાત કરી રહ્યા હતા. કારણ કે તે સમયે તે ફક્ત અમારી કંપની જ હતી અને મને યાદ નથી આવી રહ્યું કે, હું તેમને ક્યારે મળ્યો હતો. પછી મને યાદ આવ્યું કે મારા સેક્રેટરીએ મને કહ્યું હતું કે ‘અમિતાભ બચ્ચન’ કરીને એક યુવક તમને મળવા આવ્યો છે. તેથી મેં તેને એપોઈન્ટમેન્ટ લઈને આવવા કહ્યું. પછી તે બીજી વાર મને મળવા આવ્યા એ પણ એપોઇન્ટમેન્ટ વિના. મેં માફી માંગીને મળવાની ના પાડી દીધી કારણ કે મારી પાસે સમય નહોતો.
પદ્મશ્રીથી સન્માનિત રેડિયો એનાઉન્સર સયાનીનું માનવું છે કે જે પણ થયું એ સારા માટે જ થયું. તેમણે કહ્યું, આજે મને તેનો અફસોસ છે, મને લાગે છે કે જે પણ થયું, તે અમારા બંનેના સારા માટે થયું… નહીંતર હું રસ્તા પર હોત. જો અમિતાભને રેડિયો પર કામ મળ્યું હોત કે ભારતીય સિનેમાએ મહાનાયકને ગુમાવ્યા હોત. તો આ હતો અમીન સયાનીનો અમિતાભ બચ્ચન સાથેનો કિસ્સો.
આ પણ વાંચો: જી હાં દોસ્તો, તો અબ મૈં આપ સે હંમેશા કે લિયે વિદા લેતા હુંઃ અમીન સયાની