જી હાં દોસ્તો, તો અબ મૈં આપ સે હંમેશા કે લિયે વિદા લેતા હુંઃ અમીન સયાની
મુંબઈ (મહારાષ્ટ્ર), 21 ફેબ્રુઆરી: પોતાના અવાજથી દરેક ઘરમાં લોકપ્રિય બનેલા રેડિયો એનાઉન્સર અમીન સયાનીનું નિધન થયું છે. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. અમીન સયાનીના પુત્ર રઝીલ સયાની તેમના મૃત્યુની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે મારા પિતાને પાછલા દિવસે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેઓએ દેહ ત્યાગ કર્યો. અમીન સયાનીના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે 22મી ફેબ્રુઆરીએ થશે. તેમના અંતિમ દર્શન અંગે ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવશે.
અમીન સયાની રેડિયોની દુનિયાના બાદશાહ હતા
અમીન સયાનીનો જન્મ 21 ડિસેમ્બર 1932ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે રેડિયોની દુનિયામાં મોટું નામ કમાવ્યું. તેમના અવાજનો જાદુ લોકોના દિલમાં ઘર કરી ગયો. અમીન સયાનીએ ઑલ ઈન્ડિયા રેડિયો- મુંબઈથી રેડિયો પ્રેઝેન્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના ભાઈ હામિદ સયાનીએ તેમનો અહીં પરિચય કરાવ્યો હતો. તેમણે 10 વર્ષ સુધી અહીં અંગ્રેજી કાર્યક્રમોમાં ભાગ લીધો. આ પછી તેમણે ભારતમાં ઑલ ઈન્ડિયા રેડિયોને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
1951માં તેમની રેડિયો કારકિર્દીની શરૂઆત કરી
અમીન સયાનીએ પોતાના અવાજ અને કાર્યક્રમોની રજૂઆતથી માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ખ્યાતિ મેળવી હતી. તેમનો પ્રખ્યાત કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’ રેડિયો સિલોન પર પ્રસારિત થયો હતો. અમીન સયાનીએ 1951માં રેડિયો કરિયરની શરૂઆત કરી હતી. રેડિયો પર ભાઈઓ અને બહેનોને સંબોધિત કરીને તેમની વાત કરવાની શૈલી પણ ઘણી લોકપ્રિય હતી. એક માહિતી અનુસાર, તેમણે લગભગ 54 હજાર રેડિયો પ્રોગ્રામ અને 19 હજાર સ્પોટ અથવા જિંગલ્સ કર્યા હતા. તેમનું નામ લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં પણ સામેલ છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના દિગ્ગજ વકીલ ફલી એસ નરીમનનું નિધન, 95 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
View this post on Instagram