ગુજરાતટ્રેન્ડિંગ

પોલીસની નાક નીચેથી એક બાદ એક ચોરીની ઘટના, આખુ ATM મશીન તસ્કરો ઉઠાવી ગયા

  • એટીએમ મશીનની ઉઠાંતરી કરી ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો
  • મશીન ખાલી કરીને પીસાદ ગામની સીમમાં આવેલ ખુલ્લા ખેતરમાં ફેંકી દીધુ
  • તસ્કરો બિન્દાસપણે એક બાદ એક ચોરીઓને અંજામ આપી રહ્યા છે

પોલીસની નાક નીચેથી એક બાદ એક ચોરીની ઘટના બની રહી છે. જેમાં હવે તો ભરૂચના વાગરામાં HDFC બેંકનું આખુ ATM મશીન તસ્કરો ઉઠાવી ગયા હતા. જેમાં વાગરાના પીસાદ ગામની સિમમાંથી તોડફોડ કરેલુ એટીએમ મશીન મળ્યું છે.

આ પણ વાંચો: PM મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે, 3 જિલ્લાઓના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

એટીએમ મશીનની ઉઠાંતરી કરી ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો

સૌથી સુરક્ષિત ગણાતા બેંક એટીએમ મશીનની ઉઠાંતરી કરી ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. વાગરાના પીસાદ ગામની સિમમાંથી તોડફોડ કરી ફેકી દીધેલુ એટીએમ મશીન મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. વાગરાના રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલ કોમ્પલેક્ષમાંથી રાત્રીએ તસ્કરો એચડીએફ્સી બેન્કનું આખે આખું એ.ટી.એમ.મશીન ઉઠાવી ગયા હતા. જે પિસાદ ગામની સીમમાંથી ભંગાર હાલતમાં મળી આવ્યુ હતુ.

આ પણ વાંચો: ગુજરાતની 300 જેટલી ખાનગી હોસ્પિટલોમાં આ તારીખે PMJAYમાં સારવાર બંધ રહેશે 

વાગરા પોલીસને પણ શરમનો સામનો કરવાની નોબત આવી પડી

છેલ્લા કેટલાક સમયથી વાગરા નગર સહિત પંથકના ગામોમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. નોંધપાત્ર બાબત એ છે કે, સાયખા GIDCમાં કાર્યરત કંપનીઓમાં પણ ચોરીની અનેક નાની મોટી સફ્ળ-નિષ્ફ્ળ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. લાખો રૂપિયાના માલમત્તાની ચોરી કરી તસ્કરો બિન્દાસપણે એક બાદ એક ચોરીઓને અંજામ આપી રહ્યા છે. પોતાના માલ મિલકતની સુરક્ષાને લઈ ને સ્થાનિકો ભયભીત બન્યા છે. ત્યારે વાગરા પોલીસને પણ શરમનો સામનો કરવાની નોબત આવી પડી છે.

આ પણ વાંચો: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો એક્સન પ્લાન જાહેર

મશીનને પીસાદ ગામની સીમમાં આવેલ ખુલ્લા ખેતરમાં ફેંકી દીધુ

વાગરા પોલીસ મથકથી આશરે 200 મીટર દૂર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલ HDFC બેંકના ATM મશીનને આખે આખું ઉઠાવી લઈ જઈને તસ્કરોએ પોલીસ સહિત સ્થાનીક લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. એટલુ જ નહિ મશીનની ઉઠાંતરી કરી તેમાં રહેલ રોકડ પણ ચાઉ કરી મશીનને પીસાદ ગામની સીમમાં આવેલ ખુલ્લા ખેતરમાં ફેંકી દીધુ હતુ. જેની જાણ ખેતર માલિકને થતા તાત્કાલિક તેમણે તત્કાલ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

Back to top button