ગુજરાતટોપ ન્યૂઝ

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ 17 જુલાઈએ ગુજરાતમાં, ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે

Text To Speech

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ 17 જુલાઈએ ગુજરાતના મહેમાન બનશે. તેઓ એક દિવસના પ્રવાસે ગાંધીનગરમાં આવશે. દ્રૌપદી મુર્મુ ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. એટલું જ નહીં, અમદાવાદમાં પણ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં ધારાસભ્યોની એક બેઠક મળશે. જેમાં ભાજપના તમામ ધારાસભ્યોને 16 થી 18 જુલાઈ ગાંધીનગરમાં હાજર રહેવા આદેશ અપાયા છે. દ્રૌપદી મુર્મુ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં 17 જુલાઈના રોજ ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે.

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ?
રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને એનડીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ દ્રૌપદી મુર્મુને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે 20થી વધુ નામ હતા. પરંતુ તેમાંથી દ્રૌપદી મુર્મુ NDAના ઉમેદવાર બનશે. દ્રૌપદી મુર્મુના સફર વિશે વાત કરીએ તો તેમણે ઓડિશાના કોર્પોરેટ બનવાની સાથે રાજકીય જીવનની શરૂઆત કરી હતી.

20 જૂન 1958ના જન્મેલા દ્રૌપદી મુર્મુ ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજૂ જનતા દળ ગઠબંધન સરકાર દરમિયાન 2000-2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે સ્વતંત્ર પ્રભાર અને 6 ઓગસ્ટ 2002થી મે સુધી મત્સ્ય પાલન અને પશુ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી હતા.

તેઓ વર્ષ 2000થી 2004માં ઓડિશાના પૂર્વ મંત્રી અને રાયરંગપુર વિધાનસભાથી ધારાસભ્ય હતા. તેઓ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યા હતા. તો રાજ્યપાલ પદે પહોંચનારા ઓડિશાના પ્રથમ મહિલા અને આદિવાસી નેતા રહ્યાં છે.

રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. આ સિવાય તે ઓડિશાથી પ્રથમ રાષ્ટ્રપતિ પણ હશે.

Back to top button