CSKના બેટ્સમેન, રોબિન ઉથપ્પા બીજીવાર બન્યા પિતા
રોબિન ઉથપ્પા બીજી વખત પિતા બન્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન ઉથપ્પાની પત્ની શીતલે પુત્રીને જન્મ આપ્યો છે. ભારતીય ક્રિકેટના જાણીતા બેટ્સમેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરીને ચાહકોને ખુશખબર આપી. તેણે દીકરીની પહેલી ઝલક પણ બતાવી. ક્યૂટ મેસેજ સાથે થપ્પાએ દીકરીનું નામ પણ જાહેર કર્યું. CSK ના આ બેટ્સમેનની દીકરીનું નામ ખૂબ જ ચર્ચામાં છે. લોકો આ નામનો અર્થ શોધી રહ્યા છે. ઉથપ્પાએ સંદેશમાં લખ્યું છે કે પ્રેમભર્યા હૃદય સાથે, અમે અમારા જીવનની નવી પરીનો પરિચય કરાવવા માંગીએ છીએ. મળો ટ્રિનિટી થિયા ઉથપ્પાને
https://www.instagram.com/p/Cf–niPh1JP/?utm_source=ig_web_copy_link
નામે સૌનું ધ્યાન ખેંચ્યું
ઉથપ્પાએ આગળ લખ્યું કે આ દુનિયામાં આવવા માટે અમને માતા-પિતા અને ભાઈ તરીકે પસંદ કરવા બદલ આભાર. ઉથપ્પાની પુત્રીના નામની ખૂબ ચર્ચાઓ થે રહી છે. વાસ્તવમાં ટ્રિનિટી એટલે ટ્રિનિટી. IPL ની આ સિઝન દરમિયાન શીતલે પોતાની પ્રેગ્નન્સી વિશે ફેન્સને જાણકારી આપી હતી. શીતલ પોતે ટેનિસ ખેલાડી રહી ચુકી છે. તેણે 9 વર્ષની ઉંમરે ટેનિસ રમવાનું શરૂ કર્યું અને 33 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી.
રોબીન ઉથપ્પાએ એ ગત મહિને એક ટ્વીટ કર્યુ હતુ અને જેમાં તેણે શિતલ અને પોતાના પુત્ર સાથેની તસ્વીર શેર કરી હતી. જે દ્વારા પોતાનો પરીવાર 3 સભ્યોથી વધી રહ્યો હોવાની ખુશીની જાણકારી પોતાના ચાહકોને સત્તાવાર રીતે આપી હતી. જેની પર પણ તેને ખૂબ શુભેચ્છાઓ આ ખુશીના સમાચારને લઈ મળી હતી.
To these 3 who have blessed me with the honor of experiencing fatherhood and all the learnings it entails. I love you all infinity ❤️❤️. Happy fathers day to all the fathers out there!! pic.twitter.com/h0aUxx5IlL
— Robin Aiyuda Uthappa (@robbieuthappa) June 19, 2022
પત્નિ શીતલ રોબિન ઉથપ્પાની સિનિયર હતી
તેણી કોલેજમાં ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાને મળી, જ્યાં તે તેની સિનિયર હતી. બંને ખેલાડી હતા. આવી સ્થિતિમાં બંને વચ્ચે મિત્રતા ગાઢ બની હતી. બંનેએ 2016માં એકબીજાનો હાથ પકડ્યો હતો. ઉથપ્પા અને શીતલે પહેલા લગ્ન ક્રિશ્ચિયન ધર્મ અનુસાર કર્યા હતા, ત્યાર બાદ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. બંને 2017માં પહેલીવાર માતા-પિતા બન્યા હતા. તેમના પુત્રનું નામ નીલ નોલાન છે. રોબિન અને શીતલ બંનેને અભિનંદનની વર્ષા થઈ રહી છે. કેએલ રાહુલ, પ્રજ્ઞાન ઓઝા, ઈરફાન પઠાણ, અથિયા શેટ્ટી સહિત અનેક સેલિબ્રિટીએ ટ્રિનિટીને પોતાનો પ્રેમ મોકલ્યો હતો.