ટોપ ન્યૂઝબિઝનેસ

ઇઝરાયેલના બીજા નંબરના સૌથી મોટા હાઈફા પોર્ટની બીડ અદાણી ગ્રુપને મળી, 2054 સુધી ઓપરેટ કરશે

Text To Speech

એશિયાના સૌથી અમીર બિઝનેસમેન ગૌતમ અદાણીના ગ્રુપે પોતાના પાર્ટનર ગૈડોટની સાથે મળીને ઇઝરાયેલના હાઈફા પોર્ટના પ્રાઈવેટાઈઝેશનની બીડ જીતી લીધી છે. રોઇટર્સના રિપોર્ટ મુજબ પોર્ટમાં 70% ભાગીદારી અદાણી પોર્ટની પાસે રહેશે. તો બાકીના 30% શેર ગૈડોટ પાસે રહેશે. ગૈડોટ ઇઝરાયેલમાં અનાજ અને કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં મોટું નામ છે. મેડિટેરિયન કોસ્ટ પર સ્થિત હાઈફા પોર્ટ ઇઝરાયેલનું એક મેજર ટ્રેડ હબ છે.

ગૌતમ અદાણીએ ટ્વીટ કરી જાણકારી આપી
ગૌતમ અદાણીએ ગુરુવારે ટ્વીટ કરીને આ બિડ જીતી હોવાની જાણકારી આપી. તેમને લખ્યું, ‘અમારા પાર્ટનર ગૈડોટની સાથે મળીને ઇઝરાયેલના હાઈફા પોર્ટના પ્રાઈવેટાઈઝેશન માટે બોલી જીતવાની ખુશી છે. આ પોર્ટ બંને દેશો માટે અત્યાધિક સ્ટ્રેટેજિક અને હિસ્ટોરિક મહત્વ ધરાવે છે. હાઈફામાં હોવાનું ગર્વ છે, જ્યાં ભારતીયોએ 1918માં નેતૃત્વ કર્યું.’ અદાણી ગ્રુપ ભારતમાં 10 પોર્ટનું સંચાલન કરે છે.

અદાણી ગ્રુપ આગામી 32 વર્ષ પોર્ટનું સંચાલન કરશે
અદાણી ઇઝરાયેલના ગૈડોટની સાથે મળીને આ બિડ માટે 4.1 બિલિયન શેકેલ એટલે કે લગભગ 94 અબજ રૂપિયાની બોલી લગાવી હતી. બોલી જીત્યા બાદ હવે ઇઝરાયેલના બીજા સૌથી પોર્ટનું સંચાલન અદાણી અને ગૈડોટ મળીને કરશે. આ બંને કંપનીઓ મળીને બીડમાં સામેલ અન્ય કંપનીઓ ડીએઓ, ઇઝરાયેલ શિપયાર્ડ અને શાફિર એન્જિનિયરિંગને પાછળ છોડી દીધા છે. અદાણી ગ્રુપ આગામી 32 વર્ષ એટલે કે 2054 સુધી આ પોર્ટનું સંચાલન કરશે.

Gautam Adani
આ બંને કંપનીઓ મળીને બિડમાં સામેલ અન્ય કંપનીઓ ડીએઓ, ઇઝરાયેલ શિપયાર્ડ અને શાફિર એન્જિનિયરિંગને પાછળ છોડી દીધા છે

આ ઇઝરાયેલનો બીજો સૌથી મોટો પોર્ટ
ઇઝરાયેલનો સૌથી મોટું પોર્ટ અશદોદ છે. હાઇફા બીજા નંબરે છે. 2021માં ઇઝરાયેલમાં તમામ કન્ટેનર કાર્ગોનો લગભગ 47% હિસ્સો હાઈફા પોર્ટ પરથી જ પસાર થયો હતો. પેસેન્જર ટ્રાન્સપોર્ટેશનના મામલે હાઈફા ઇઝરાયેલનો મુખ્ય પોર્ટ છે.

Back to top button