દરેક પેરેન્ટ્સ ખાસ વાંચેઃ પેરેન્ટિંગમાં ક્યાંક તમે ખોટા તો નથી ને?
- પેરેન્ટ્સના જીવનને સરળ બનાવવું તે નાના બાળકની જવાબદારી નથી, પરંતુ બાળકોના જીવનને સરળ બનાવવું તે પેરેન્ટ્સની જવાબદારી જરૂર છે. તમારી ઈચ્છાઓનો બોજ બાળકો પર ન નાંખો.
બાળકોનો ઉછેર કરવો કોઈ સરળ કામ નથી. આ વાતથી મોટાભાગના પેરેન્ટ્સ સહમત હશે જ. બાળકોનો ઉછેર કરતી વખતે સાવધાન પણ રહેવું પડે છે, કેમ કે બાળક પોતાના પેરેન્ટ્સને જોઈને બધું શીખે છે, બાળક પોતાને પેરેન્ટ્સની નજરથી જોવાની કોશિશ કરે છે. પેરેન્ટ્સના એક્સપ્રેશન, કામ, શબ્દ બાળકના આત્મવિશ્વાસને મજબૂત કરે છે. પેરેન્ટિંગ સાથે જોડાયેલી કેટલીક વાતો જાણવી દરેક માતા પિતા માટે ખૂબ જરૂરી છે.
બાળકોની વાતને સાંભળો
હંમેશા માતા-પિતા વ્યસ્તતા વચ્ચે બાળકોને પૂરતો સમય આપી શકતા નથી. આ કારણે બાળકોને મોટાભાગે દિલની વાત માતા-પિતા સાથે શેર કરવાનો મોકો મળી શકતો નથી. તમે તમારા વ્યસ્ત શિડ્યુઅલમાંથી થોડો સમય કાઢીને તમારા બાળકની વાત જરૂર સાંભળો. આજે જો તમે તેમની વાત સાંભળવા સમય નહીં કાઢો તો કાલે બાળકો તેમની લાઈફ સાથે જોડાયેલા મહત્ત્વના મુદ્દાઓ કે કોઈ મોટા ઈશ્યૂ પણ તમારી સાથે શેર કરવાથી દૂર રહેશે, કેમકે બાળપણથી જ તેમની દરેક વાત મોટી જ હતી, પરંતુ તમારી પાસે તેમના માટે ક્યારેય સમય ન હતો.
ખરાબ સમયમાં બાળકો સાથે પ્રેમથી વર્તો
નાના હો કે મોટા, દરેક વ્યક્તિની લાઈફમાં સારો-ખોટો સમય તો આવે જ છે. આવા સંજોગોમાં પેરેન્ટ્સ હોવાના નાતે તમે બાળકના દરેક ટફ સમયમાં તેમની સાથે પ્રેમથી વર્તો. પછી ભલે તે સમય બાળકના ગુસ્સાનો, એકલતાનો, સંઘર્ષનો કે સૌથી ખરાબ સમયનો કેમ ન હોય. આ એ સમય હોય છે જ્યારે વ્યક્તિને પોતાના જ લોકોના પ્રેમની ખાસ જરૂર હોય છે.
બાળકોને સજા આપવાની જરૂર નથી
બાળકોની ભૂલ સુધારવા માટે તેને દરેક વખતે સજા આપવાની જરૂર નથી. કેમકે તે બાળક છે. તમારું આ પગલું બાળકને જીદ્દી બનાવી દેશે.
બાળકો પર ન નાંખો જવાબદારીઓનો બોજો
કેટલાક પેરેન્ટ્સ પોતાના અધૂરા સપના બાળકો દ્વારા પૂરા કરવાની કોશિશ કરતા હોય છે. આમ કદી ન કરો. બાળકો પર પેરેન્ટ્સને ખુશ કરવાનો બોજો ન નાંખવો જોઈએ અને ન તો માતા-પિતાના ગુસ્સા કે દુઃખ માટે બાળકને જવાબદાર ઠેરવવું જોઈએ. આ માટે બાળકો નહીં તમે ખુદ જવાબદાર છો.
આ વાતનું રાખો ખાસ ધ્યાન
પેરેન્ટ્સના જીવનને સરળ બનાવવું તે નાના બાળકની જવાબદારી નથી, પરંતુ બાળકોના જીવનને સરળ બનાવવું તે પેરેન્ટ્સની જવાબદારી જરૂર છે. તમારી ઈચ્છાઓનો બોજ બાળકો પર ન નાંખો.
આ પણ વાંચોઃ તૂટેલું દિલ બનાવી શકે છે હાર્ટના પેશન્ટઃ શું છે Broken Heart Syndrome?