ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

લો હવે આવી ગયું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન (AI)થી “જન્મેલું” બાળક

Text To Speech

ચીન, 20 ફેબ્રુઆરી : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના આગમનથી ટેક્નોલોજી ક્ષેત્રમાં ઘણા ચમત્કારો જોવા મળ્યા છે. ChatGPT, Gemini AI જેવા જનરેટિવ AI ટૂલ્સ પછી Microsoft Co-Pilot એ હવે વિશ્વનું પ્રથમ AI બાળક બનાવ્યું છે. જે મનુષ્યની જેમ વર્તે છે. ચીની સંશોધકોએ આ AI બાળકનું નામ ટોંગ ટોંગ રાખ્યું છે, જેનો અર્થ થાય છે “નાની છોકરી”. આ AI બાળક માનવીની જેમ વર્તવાની સાથે-સાથે તે તમારા પ્રશ્નોના જવાબ પણ ફટાફટ આપે છે.

ઓટોનોમસ લર્નિંગ પર કામ કરે છે

બેઇજિંગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જનરલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (BIGAI) ના વિજ્ઞાનીઓએ આ AI બાળક બનાવ્યું છે. ચીનના વિજ્ઞાની દ્વારા બનાવવામાં આવેલુ આ AI બાળક સામાન્ય માનવ બાળકની જેમ જ ઓટોનોમસ લર્નિંગ પર કામ કરે છે, એટલે કે તે બાળકોની જેમ આસપાસની વસ્તુઓ અને વાતાવરણમાંથી શીખે છે. તેમજ, આ AI બાળકમાં ઈમોશનલ ઈન્ટેલિજન્સ ફીચર પણ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત, વિજ્ઞાનીએ તેને લગભગ 600 જેટલા શબ્દો શીખવ્યા છે.

વિજ્ઞાનીઓ દ્વારા બનાવવામાં આવેલુ આ AI બાળક હાલમાં 3 થી 4 વર્ષના બાળકની જેમ કામ કરે છે અને વાત કરે છે. સંશોધકોનું કહેવું છે કે ધીમે ધીમે આ બાળક ઓટોનોમસ લર્નિંગ દ્વારા નવા શબ્દો શીખશે. જો કે, આ બાળક ભવિષ્યમાં કેટલી ઝડપથી વસ્તુઓ શીખી શકશે તે કહેવું મુશ્કેલ છે. આ AI બાળક અત્યારે તો માત્ર ડિજિટલ વર્લ્ડમાં જ ઉપલબ્ધ હશે.

માનવી જેવી સામાન્ય સમજ

તેને બનાવનાર વિજ્ઞાની કહે છે કે ટોંગ ટોંગમાં સામાન્ય જ્ઞાન એટલે કે માનવીની જેમ વ્યવહારુ જ્ઞાન મેળવવાની ક્ષમતા છે. આ AI બાળકનું વીડિયો પ્રેઝન્ટેશન પણ બતાવવામાં આવ્યું હતું, જેમાં તેને અલગ-અલગ પરિસ્થિતિઓમાં એક્ટ કરવામાં તે સક્ષમ દેખાયું હતું. આ AI ચાઈલ્ડ બનાવવા માટે, વિજ્ઞાનીઓએ મશીન લર્નિંગને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ સાથે જોડ્યું છે.

AI બેબી ટોંગ ટોંગ લોકોને ઓળખી શકે છે.તેમજ, તે દરેક પ્રકારની લાગણીઓ વ્યક્ત કરી શકે છે. તેનું વર્તન નાના બાળક જેવું લાગશે. એટલું જ નહીં તે માનવ બાળકની જેમ પડે છે, ઊભુ થાય છે, રડે છે અને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે.

આ પણ વાંચો : ગૂગલની મનમાની નહીં ચાલે હવે, ભારતીય યુઝર્સ માટે લોન્ચ થશે નવું પ્લે સ્ટોર

Back to top button