31 માર્ચ પછી પણ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ યથાવત્ રાખવાનો કેન્દ્રનો નિર્ણય
દિલ્હી, 20 ફેબ્રુઆરી: ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકારે તેની નિકાસ પર 8 ડિસેમ્બર, 2013ના રોજ 31 માર્ચ, 2024 સુધી પ્રતિબંધ મૂક્યો હતો. મંગળવારે એક ટોચના અધિકારીએ માહિતી આપી છે કે, ‘ડુંગળીના ફરીથી વધતા જતા ભાવને નિયંત્રણમાં રાખવા અને સ્થાનિક પ્રાપ્યતા સુનિશ્વિત કરવા માટે 31 માર્ચ, 2024 પછી પણ નિકાસ પર પ્રતિબંધ યથાવત્ રહેશે.’
ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું કે, ‘ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો નથી.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘સરકારે ડુંગળીના નિકાસ પર 31 માર્ચ સુધી લગાવેલા પ્રતિબંધને યથાવત્ રાખી શકે છે, કારણકે હજી પણ ડુંગળીના ભાવ વધી રહ્યા છે. સરકારની ટોચની પ્રાથમિકતા ગ્રાહકોને વાજબી ભાવે ડુંગળીની પૂરતી સ્થાનિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની છે. જેથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ યથાવત્ રાખવામાં આવશે.
હાલ ડુંગળીના ભાવ શું છે?
દેશના સૌથી મોટા જથ્થાબંધ ડુંગળીના બજાર લાસલગાંવ ખાતે 19 ફેબ્રુઆરીના રોજ મોડલ બલ્ક ડુંગળીના ભાવ 40.62 ટકા વધીને રૂ. 1,800 પ્રતિ ક્વિન્ટલ હતા જે 17 ફેબ્રુઆરીએ રૂ. 1,280 પ્રતિ ક્વિન્ટલ હતા.
31 માર્ચ પછી પણ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ યથાવત
સૂત્રોએ જણાવ્યું હતું કે સામાન્ય ચૂંટણી પહેલા 31 માર્ચ પછી પણ પ્રતિબંધ હટાવવામાં આવે તેવી શક્યતા નથી કારણ કે રવિ (શિયાળુ) ડુંગળીનું ઉત્પાદન ઓછું થવાની ધારણા છે, તેના કારણે નિકાસ પર પ્રતિબંધ યથાવત્ રહી શકે છે.
- 2023ની રવિ સિઝનમાં ડુંગળીનું ઉત્પાદન 22.7 મિલિયન ટન રહેવાનો અંદાજ હતો.
કૃષિ મંત્રાલયના અધિકારીઓ આગામી દિવસોમાં મુખ્ય ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં રવિ ડુંગળીના પાકનું મૂલ્યાંકન કરશે. આ દરમિયાન, આંતર-મંત્રાલય જૂથની મંજૂરી પછી, મૈત્રીપૂર્ણ દેશોમાં ડુંગળીની નિકાસ કેસ-ટુ-કેસ આધારે મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો: ખેડૂત આંદોલનની અસર વેપાર-ધંધામાં વર્તાઈ, એશિયાના સૌથી મોટા કાપડ માર્કેટમાં સન્નાટો