ટ્રાવેલટ્રેન્ડિંગવર્લ્ડ

છોકરો પ્લેનમાં જાય છે ઘરથી કૉલેજ! કહ્યું: બેડરૂમના અડધા ભાડા કરતા પણ સસ્તું

Text To Speech
  • આર્ટ સ્ટુડન્ટે વેનકુવરમાં મોંઘા ભાડાથી બચવા માટે એક સરળ રસ્તો શોધી કાઢ્યો

HD ન્યૂઝ, 20 ફેબ્રુઆરી: કેનેડામાં કૉલેજ જવા માટે એક વિદ્યાર્થી પ્લેનમાં મુસાફરી કરે છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થીએ વીડિયોમાં કહ્યું છે કે, ‘આ શહેરમાં એક બેડરૂમનું સરેરાશ ભાડું તેના પ્લેન ભાડા કરતાં પણ બમણું છે. કેલગરીના આ કેનેડિયન આર્ટ સ્ટુડન્ટે વેનકુવરમાં મોંઘા ભાડાથી બચવા માટે એક સરળ રસ્તો શોધી કાઢ્યો છે. તે અઠવાડિયામાં બે વાર કેલગરીથી વેનકુવર જાય છે. ફ્લાઇટની તેની કિંમત લગભગ 150 ડૉલર પ્રતિ રાઉન્ડ-ટ્રીપ છે, જે દર મહિને લગભગ 1200 ડોલર (આશરે રૂ. 1 લાખ) થાય છે. સ્થાનિક ન્યૂઝ ચેનલ એવી “ન્યૂઝ વેનકુવર” સાથેની છોકરાની વાતચીતનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

વેનકુવરમાં એક બેડરૂમનું સરેરાશ ભાડાથી મુસાફરીનું અડધું: વિદ્યાર્થી

A student from Canada gets to his studies by airplane to avoid rent
byu/Fishyraven inDamnthatsinteresting

વીડિયોમાં વિદ્યાર્થી જણાવે છે કે, જો તે વેનકુવરમાં રહેતો હોત, તો તેણે ભાડા માટે દર મહિને લગભગ 2500 ડૉલર ખર્ચવા પડે તેમ હતા. જો કે, કેલગરીથી વેનકુવર સુધીની એક કલાકની ફ્લાઈટમાં અઠવાડિયામાં બે વાર મુસાફરી કરવાના તેના નિર્ણય મુજબ, તેને રાઉન્ડ ટ્રીપ દીઠ માત્ર 150 ડોલરનો ખર્ચ થાય છે. વિદ્યાર્થીએ વીડિયોમાં કહ્યું કે, ” જે આ શહેરમાં એક બેડરૂમના સરેરાશ ભાડા કરતાં અડધું છે”

વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા યુઝર્સે તેના પર આપી પ્રતિક્રિયા

આ વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા યુઝર્સે તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. કેટલાક યુઝર્સે સ્ટુડન્ટના નિર્ણયની પ્રશંસા કરી હતી, તો અન્ય લોકોએ તેની ટીકા કરી હતી. એક યુઝરે ટિપ્પણી કરી કે, “એક કલાકની મુસાફરી એટલી ખરાબ નથી. પરંતુ એરપોર્ટ પર આટલી વાર આવવું નકામું છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “હવામાનના કારણે કેલગરીથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ હંમેશા કેન્સલ થાય છે.”

આ પણ જુઓ: લગ્નમાં ભોજનની આવી વ્યવસ્થા હોય તો જલસા જ પડી જાય: વીડિયો જોઈ લોકોએ આપી આવી પ્રતિક્રિયા

Back to top button