વીડિયો: ટીવી સિરિયલોમાં અભિનેત્રીઓના પડવાના દ્રશ્યને આ રીતે ફિલ્માવવામાં આવે છે
મુંબઈ, 20 ફેબ્રુઆરી : ટીવી સિરિયલોની પોતાની એક દુનિયા છે. તેની એક મોટી ફેન ફોલોઈંગ છે. પરંતુ શું તમે જાણો છો કે ટીવી સિરિયલોના પડવાના દ્રશ્યો કેવી રીતે શૂટ કરવામાં આવે છે? જો નહીં તો આ દ્રશ્યો કેવી રીતે ફિલ્માવવામાં આવે છે તે જોવા માટે જુઓ આ વીડિયો.
કોઈ પણ ટીવી સિરિયલ કે ફિલ્મમાં અવારનવાર આવા દ્રશ્યો જોવા મળે છે જેમાં અભિનેતા કે અભિનેત્રી પડતાં જોવા મળે છે. આ સીન જોઈને મનમાં હજારો સવાલો ઉઠે છે કે આ સીન કેવી રીતે શૂટ થયો હશે? શું આ સીન શૂટ કર્યા પછી હીરો કે હીરોઈનને ઈજા થઈ હશે? અથવા તો નાયક કે નાયિકાએ ઈજાથી બચવા માટે પોતાના બોડી ડબલનો ઉપયોગ કર્યો હશે? પરંતુ બોડી ડબલને પણ ઇજા તો થશે જ, તો પછી આ સીન્સ કેવી રીતે શૂટ થતાં હશે? તેનો જવાબ આ વાયરલ વીડિયોમાં છુપાયેલો છે. જેમાં અભિનેતા કે અભિનેત્રીઓના પડવાના દ્રશ્યો કેવી રીતે શૂટ કરવામાં આવે છે તે બતાવવામાં આવ્યું છે.
આ રીતે પડતો સીન શૂટ કરવામાં આવ્યો
અંજલિ તતરારી ઓફિશિયલ નામની ચેનલનો એક શોર્ટ વીડિયો યુટ્યુબ પર વાયરલ થયો છે. અંજલિ એક ટીવી એક્ટ્રેસ છે અને તેણે આ વીડિયો શેર કર્યો છે. આ નાનકડા વીડિયોમાં નારંગી રંગના કપડા પહેરેલી અભિનેત્રી દોડતી જોવા મળે છે. તેની બાજુમાં એક જાડું ગાદલું પણ દેખાય છે. એ અભિનેત્રી દોડતી આગળ આવે છે. પછી અટકે છે. પછી તે પાછી વળી અને તે ગાદલા પર પડી જાય છે. આ વીડિયો શેર કરતી વખતે યુટ્યુબરે લખ્યું છે કે આ બધી વિશ્વાસની રમત છે. અને હિરોઈનના પાડવાનો સીન કેવી રીતે શૂટ કરવામાં આવ્યો છે તે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સરળ નથી આ કામ
યુઝર્સએ કહ્યું કે આ બવ મુશ્કેલ છે. આ સીન જોઈને સ્પષ્ટ થાય છે કે અભિનેત્રી કેવી રીતે પડવાના સીનને શૂટ કરે છે. અને ઘણા યુઝર્સ માને છે કે આ કાર્ય સરળ નથી. આટલી ઝડપથી દોડીને આવતા અને ગાદલા પર પડવાથી પણ ઈજા થઈ શકે છે. એક યુઝરે લખ્યું કે આ માત્ર વિશ્વાસની વાત નથી. આ કામમાં સખત મહેનત, સમય, જોખમ બધું જ સામેલ છે. તો બીજા યુઝરે લખ્યું કે આજે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ પડવાના દ્રશ્યો કેવી રીતે શૂટ કરવામાં આવે છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, શિંદે કેબિનેટે આપી મરાઠા આરક્ષણને મંજૂરી