ભારતીય રેલવેની જાહેરાત, 50 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન તેજ રફતારથી પાટા પર દોડશે
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: ભારતમાં વંદે ભારત એક્સપ્રેસની સફળતા બાદ હવે ભારત સરકારે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. આ વાતની જાહેરાત ખુદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી છે. હવે દેશમાં 50 અમૃત ભારત ટ્રેન પાટા પર દોડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અમૃત ભારત ટ્રેનનો વીડિયો પણ શેર કર્યો છે. તેમણે લખ્યું- અમૃત ભારત ટ્રેનની મોટી સફળતા બાદ 50 અમૃત ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે.
દેશભરમાં અમૃત ભારત ટ્રેનને મંજૂરી
अमृत भारत ट्रेन की बड़ी सफलता के बाद, 50 अमृत भारत ट्रेनों को मंजूरी दी गई है। pic.twitter.com/nfEqHL3bC4
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 19, 2024
વચગાળાના બજેટ પહેલા અશ્વિની વૈષ્ણવે દેશમાં દર વર્ષે 300થી 400 અમૃત ભારત ટ્રેન ચલાવવાની વાત કરી હતી. જો કે, વચગાળાના બજેટના લગભગ 20 દિવસ બાદ તેમણે અમૃત ભારત ટ્રેનને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અમૃત ભારત ટ્રેનની સફળતાને ધ્યાનમાં રાખીને નવી અમૃત ભારત ટ્રેનો ગતિ સાથે દોડશે. આ અંગે રેલવે મંત્રીએ પોસ્ટમાં 33 સેકન્ડનો વીડિયો શેર કરીને ટ્રેનની આધુનિકતા અને સુવિધા વિશે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વંદે ભારત ટ્રેનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરુ કરવાનું નક્કી કર્યું છે.
અમૃત ભારત ટ્રેનની વિશેષતાઓ શું છે?
- અમૃત ભારત ટ્રેન વંદે ભારત જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
- અમૃત ભારત ટ્રેનમાં પુશ-પુલ માટે પાવરફુલ એન્જિન લગાવવામાં આવ્યા છે. આ ટ્રેનની આગળ અને પાછળ બંને તરફ એન્જિન છે.
- આ ટ્રેનની ઝડપ અંદાજે 130 કિમી પ્રતિ કલાક છે.
- અમૃત ભારત ટ્રેન નોન-AC ટ્રેન છે, જ્યારે વંદે ભારત AC ટ્રેન છે.
- આ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોને કોઈપણ પ્રકારના ઝટકા લાગશે નહીં.
- અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 1 કિલોમીટરથી 50 કિલોમીટરના અંતર માટે લઘુત્તમ ભાડું 35 રૂપિયા છે.
આ પણ વાંચો: ટીસ્યુ પેપર પર લખીને રેલવે મંત્રીને બિઝનેસ પ્રસ્તાવ આપ્યો, 6 જ મિનિટમાં આવ્યો કોલ…