ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, શિંદે કેબિનેટે આપી મરાઠા આરક્ષણને મંજૂરી

  • વિશેષ સત્રમાં મરાઠાઓને 50 ટકાથી વધુ અનામત આપનાર બિલને મંજૂરી આપવામાં આવી
  • એક દાયકામાં આ ત્રીજી વખત છે જેમાં મરાઠા ક્વોટા માટે રાજ્યએ કાયદો રજૂ કર્યો

મહારાષ્ટ્ર, 20 ફેબ્રુઆરી : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની કેબિનેટે મરાઠા આરક્ષણ ડ્રાફ્ટ બિલને મંજૂરી આપી દીધી છે. હવે તેને મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાનું આજે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં મરાઠા આરક્ષણ ડ્રાફ્ટ બિલ પર ચર્ચા કરવામાં આવશે. મરાઠા આરક્ષણ બિલમાં શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

મરાઠા આરક્ષણ મહારાષ્ટ્ર કેબિનેટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10 ટકા મરાઠા અનામત માટેના ડ્રાફ્ટ બિલને મંજૂરી આપી છે. છેલ્લા ચાર દાયકાથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે શિંદે સરકારે આ મોટો નિર્ણય લીધો છે. ડ્રાફ્ટમાં સરકારે એ ભૂલોને દૂર કરી છે જેના આધારે સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણને ફગાવી દીધું હતું. રાજ્ય વિધાનસભાના વિશેષ સત્રમાં મરાઠાઓને 50 ટકાથી વધુ અનામત આપવાના બિલને મંજૂરી આપવામાં આવી છે. એક દાયકામાં આ ત્રીજી વખત છે જ્યારે રાજ્યએ મરાઠા ક્વોટા માટે કાયદો રજૂ કર્યો હોય.

આ બિલ તત્કાલીન દેવેન્દ્ર ફડણવીસ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અધિનિયમ, 2018 જેવું જ છે.

મનોજ જરાંગેએ ધારાસભ્યોને બિલને સમર્થન આપવા કરી અપીલ

આ પહેલા સોમવારે મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે તમામ મરાઠા ધારાસભ્યોને સર્વસંમતિથી અનામત બિલને સમર્થન આપવાની અપીલ કરી હતી. જો ધારાસભ્યો આરક્ષણને લઈને અવાજ નહીં ઉઠાવે તો સમજવામાં આવશે કે તેઓ મરાઠા વિરોધી છે.

સામાજિક કાર્યકરોની માંગ શું છે?

મરાઠા આરક્ષણની માંગ કરી રહેલા મનોજ જરાંગેની માંગ છે કે સરકાર મરાઠાઓને કુનબી જાતિનું પ્રમાણપત્ર આપે. હકીકતમાં કુનબી જાતિના લોકોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત મળે છે. જો મરાઠાઓને કુનબી જાતિનું પ્રમાણપત્ર મળશે તો તેમને આપોઆપ આરક્ષણનો લાભ મળશે.

મરાઠા સમાજ શા માટે OBC જાતિમાં જોડાવા માંગે છે?

આઝાદી પહેલા મરાઠવાડા પ્રદેશ હૈદરાબાદના રજવાડાનો ભાગ હતો. મનોજ જરાંગેએ આ અંગે કહ્યું કે, સપ્ટેમ્બર 1948માં નિઝામના શાસનના અંત સુધી મરાઠાઓને કુનબી જાતિના ગણવામાં આવતા હતા અને તેઓ ઓબીસી જાતિ હેઠળ આવતા હતા. તેથી મરાઠાઓને ફરી એકવાર કુનબી જાતિમાં સામેલ કરવા જોઈએ.

મરાઠા આરક્ષણ ડ્રાફ્ટ બિલની હાઇલાઇટ્સ

સરકારી નોકરીઓ અને શિક્ષણમાં મરાઠા સમુદાયની ભાગીદારી ઓછી છે, તેથી પૂરતી ભાગીદારી પૂરી પાડવાની જરૂર છે.

સર્વે રિપોર્ટના આધારે તેમને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત જાહેર કરવામાં આવ્યા છે.

સર્વેક્ષણ અહેવાલનો અભ્યાસ એ પણ દર્શાવે છે કે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક દૃષ્ટિકોણથી તેમની ઓળખ ઓછી છે.

મરાઠા સમુદાયની વસ્તી રાજ્યની કુલ વસ્તીના 28 ટકા છે.

કુલ 52 ટકા અનામતમાં ઘણી મોટી જાતિઓ અને વર્ગો પહેલેથી જ સામેલ છે. આવી સ્થિતિમાં 28 ટકા વસ્તી ધરાવતા સમાજને અન્ય પછાત વર્ગમાં રાખવો અસમાન ગણાશે. તેથી આ સમાજને અલગથી અનામત આપવાની જરૂર છે.

આ પણ વાંચો : નોકરી અથવા વ્યવસાયની સાથે-સાથે તમે સાઈડ ઇન્કમ કરવા માંગો છો?

Back to top button