ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

‘અનુપમા’ સિરિયલના એક્ટર ઋતુરાજ સિંહનું નિધન, 59 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

Text To Speech

મુંબઈ (મહારાષ્ટ્ર), 20 ફેબ્રુઆરી: ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. અભિનેતાના નિધનના સમાચારથી એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રી શોકમાં છે.  59 વર્ષીય ઋતુરાજ સિંહ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. એક્ટર એકદમ સ્વસ્થ થઈ ગયા હતા, પરંતુ અચાનક કાર્ડિયાક અરેસ્ટએ તેમનું જીવન છીનવી લીધું.

અરશદ વારસીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું

બોલિવૂડ એક્ટર અરશદ વારસીએ ટ્વિટ કરીને ઋતુરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અરશદે જણાવ્યું કે તે અને ઋતુરાજ એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. અભિનેતાએ લખ્યું, ‘ઋતુરાજના નિધનના ન્યૂઝ સાંભળીને દુઃખી છું. અમે એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. નિર્માતા તરીકે તે મારી પ્રથમ ફિલ્મનો હિસ્સો હતા. મેં એક સારા મિત્ર અને અદ્ભુત અભિનેતા ગુમાવ્ય્યો છે… હું તમને યાદ કરીશ ભાઈ…’

ઋતુરાજ છેલ્લે ‘અનુપમા’માં એક્ટિંગ કરતા જોવા મળ્યા હતા

ઋતુરાજે તેમની અભિનય કારકિર્દીની શરૂઆત 1989માં રિલીઝ થયેલી ટેલી ફિલ્મથી કરી હતી. આ પછી તેમણે પ્રખ્યાત ટીવી શો ‘તોલ મોલ કે બોલ’ હોસ્ટ કર્યો. આ સિવાય તે ‘જ્યોતિ’, ‘CID’, ‘અદાલત’, ‘દિયા ઔર બાતી હમ’ સહિતના ઘણા ટીવી જોરદાર એક્ટિંગ કરી હતી. તેમનો છેલ્લો ટીવી શો રૂપાલી ગાંગુલી સ્ટારર ‘અનુપમા’ હતો. આમાં તે યશપાલના રોલમાં જોવા મળ્યો હતો. ટીવી સિવાય ઋતુરાજે ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘સત્યમેવ જયતે 2’ અને ‘યારિયાં’ જેવી ફિલ્મો અને ‘ક્રિમિનલ જસ્ટિસ’ અને ‘મેડ ઇન હેવન’ જેવા વેબ શોમાં પણ કામ કર્યું હતું.

ટીવી શો, વેબ સિરીઝ અને ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલો પર ઊંડી છાપ છોડનાર આ પીઢ કલાકારના મૃત્યુના સમાચારથી તેમના ફેન્સને મોટો આઘાત લાગ્યો છે. મહત્ત્વનું છે કે, ઋતુરાજ સિંહની ટીવી ઈન્ડસ્ટ્રીમાં લાંબી કારકિર્દી રહી છે.

આ પણ વાંચો:  ‘દંગલ’ની ‘છોટી બબીતા’ સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન

Back to top button