ટ્રેન્ડિંગફન કોર્નરયુટિલીટી

મંદિરમાં પૂજા કરવા ગયું હતું પ્રેમી યુગલ, ગામલોકોએ પકડીને કરાવી દીધા લગ્ન

Text To Speech

બિહાર, 20 ફેબ્રુઆરી : બિહારના મુંગેરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગ્રામીણ લોકોએ પ્રેમમાં પડેલા કપલના લગ્ન કરાવી દીધા. પ્રેમિકા મંદિર જવાના બહાને ઘરેથી નીકળી હતી. આ દરમિયાન ગ્રામજનોએ આ પ્રેમી યુગલને જોયા પછી પૂછપરછ કરી અને ત્યારબાદ તેની બંનેની સંમતિથી ત્યાં મંદિરમાં જ લગ્ન કરાવી દીધા હતા. તેથી આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

ગામવાસીઓએ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના સ્થળ પર જ લગ્ન કરાવી દીધા જ્યારે તેઓ ટેટિયા બામ્બર બ્લોક વિસ્તારના દેવઘરા સ્થિત ઘંચેશ્વર નાથ મહાદેવની પૂજા કરવા આવ્યા હતા. આ લગ્ન સમયે પંચાયતના વડા સુરેશ યાદવ અને બ્લોકના મુખ્ય પ્રતિનિધિ અજીત કુમાર ઉર્ફે મુન્ના યાદવ હાજર હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

લગ્ન બિહાર-humdekhengenews

મળતી માહિતી અનુસાર, છોકરી કુમારી ભારતી છે, જે ટેટિયા બામ્બર પોલીસ સ્ટેશન વિસ્તારના ભલગુરીના રહેવાસી શિવચરણ પટેલની પુત્રી છે. જેનો વર્ષ 2019થી સંપૂર્ણાનંદ સાથે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. સંપૂર્ણાનંદ ભાગલપુર જિલ્લાના સુલતાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મંજલી ગામનો રહેવાસી છે.

પકડાયા બાદ ગ્રામજનોએ કરાવ્યા લગ્ન 

બંને વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી અને ત્યારબાદ ભારતી મંદિરમાં પૂજા કરવાના બહાને ઘરની બહાર નીકળી હતી. અહીં સંપૂર્ણાનંદ પણ મંદિરે પહોંચી ગયો હતો. મંદિરમાં બંનેએ પૂજા અર્ચના કરી અને પછી નોનાજી પંચાયતના વિકાસ ભવનમાં વાતચીત કરવા લાગ્યા. જ્યાં ગ્રામજનોએ તેને પકડી લીધા હતા.. આ માહિતી પંચાયતના પ્રમુખ અને બ્લોક મુખ્ય પ્રતિનિધિને આપવામાં આવી. જેની હાજરીમાં પ્રેમી અને પ્રેમિકાની સંમતિથી લગ્ન કરાવવામાં આવ્યા હતા.

આ મામલામાં પ્રેમી સંપૂર્ણાનંદે જણાવ્યું કે ભારતી સાથે તેની પ્રથમ મુલાકાત ઈટારસીમાં થઈ હતી. જ્યાં સંપૂર્ણાનંદનો પિતરાઈ ભાઈ રેલવેમાં નોકરી કરતો હતો. પિતરાઈ ભાઈના લગ્ન ભારતીની બહેન સાથે થયા હતા. સંપૂર્ણાનંદના કહેવા પ્રમાણે- તે બંનેનું પ્રેમપ્રકરણ 2019થી ચાલી રહ્યું છે. ભારતી હવે તેની ગર્લફ્રેન્ડમાંથી પત્ની બની ગઈ છે. ભારતી પણ આ સંબંધથી ખુશ છે.

આ પણ વાંચો : વીડિયો: આ તે કેવો મોર જેના મોઢામાંથી આગ નીકળે છે?

Back to top button