ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્યપ્રદેશમાં 500 ગાયોના મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળતા ચકચાર

Text To Speech

ભોપાલ (મધ્ય પ્રદેશ), 19 ફેબ્રુઆરી: મધ્યપ્રદેશના શિવપુરીમાં 500 જેટલી ગાયોના મૃતદેહ રઝળતી હાલતમાં મળી આવ્યા છે. આ મામલો કરૈરા તહસીલના સિલ્લારપુર ગામનો છે. શિવપુરી-ઝાંસી હાઈવેથી માત્ર 500 મીટર દૂર આરક્ષિત જંગલની જમીન પર ગાયો કોહવાયેલી હાલતમાં હતી. કહેવામાં આવી રહ્યું છે તેમાંથી કેટલીક ગાયો જીવતી છે. આટલી મોટી સંખ્યામાં મૃત ગાયોને જોઈને ગ્રામજનો ચોંકી ઉઠ્યા છે. આટલી મોટી સંખ્યામાં ગાયો ક્યાંથી આવી? અને કેવી રીતે લાવવામાં આવી? તેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

આ ગાયોને શહેરી વિસ્તારોમાંથી ડમ્પરમાં લાવી રાત્રે ગામમાં ફેંકી દેવામાં આવી હોવાની આશંકા છે. ઉત્તર પ્રદેશનો ઝાંસી જિલ્લો અહીંથી નજીક છે, તેથી ગાયો ત્યાંથી લાવવામાં આવી હોવાની શંકા પણ સેવાઈ રહી છે. સિલ્લારાપુર ગામના સરપંચ અરવિંદ લોધીનું કહેવું છે કે ઘટનાસ્થળે 400-500 ગાયો પડી છે. જાણ કરવા છતાં વહીવટીતંત્ર ચિંતા કરતું નથી. જો કે ગાયો ક્યાંથી લાવવામાં આવી છે તેની કોઈ માહિતી સામે આવી નથી.

વહીવટીતંત્ર તપાસમાં વ્યસ્ત

કરૈરા હાઈવેથી 2 કિમી દૂર સિલ્લાપુર ગામમાં ગાયોના મૃતદેહોની માહિતી મળ્યા બાદ પ્રશાસને હવે તપાસ માટે લાગ્યું  છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃત ગાયોના પેટમાંથી પૉલિથીન નીકળી રહી છે. આ મામલે પશુપાલન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડો.એમ.સી. ટમોરીએ જણાવ્યું હતું કે આ ગાયો કોઈપણ ગૌશાળાની નથી. પરંતુ, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ, આટલી મોટી સંખ્યામાં ગાયોના મૃતદેહ મળી આવતા ગામડામાં ખળભળાટ મચ્યો છે.

આ પણ વાંચો: ટાટા કંપનીએ બનાવ્યું મિલિટરી ગ્રેડનું સ્પાય સેટેલાઇટ, તેને સ્પેસએક્સ કરશે લૉન્ચ

Back to top button