અમદાવાદમાં દેશનું પહેલું સ્માર્ટ પાર્કિંગ, કાર સ્લોટમાં મુક્તા જ થશે ઓટોમેટિક લોક
- ઓનલાઈન પેમેન્ટ ચૂકવ્યા બાદ કાર લઈ શકાશે
- QR કોડથી સંચાલન કરતું પાર્કિંગ પોઇન્ટ શરૂ
- હવે મનફાવે તેવા પાર્કિંગ ચાર્જ વસૂલી શકાશે નહિ
અમદાવાદમાં દેશનું પહેલું સ્માર્ટ પાર્કિંગ શરૂ થયુ છે. જેમાં કાર સ્લોટમાં મુક્તા જ ઓટોમેટિક લોક થશે. તેમાં હવે મનફાવે તેવા પાર્કિંગ ચાર્જ વસૂલી શકાશે નહિ. શહેરના સિંધુભવન રોડ પર મનપાએ નવતર પ્રયોગ કર્યો છે. જેમાં QR કોડથી સંચાલન કરતું પાર્કિંગ પોઇન્ટ શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી અને વીવીઆઈપીની સુરક્ષા માટે નવા અત્યાધુનિક વાહનો ખરીદવામાં આવશે
ઓનલાઈન પેમેન્ટ ચૂકવ્યા બાદ કાર લઈ શકાશે
સ્માર્ટ પાર્કિંગના કાર સ્લોટમાં ગાડી મુક્તા જ ઓટોમેટિક લોક થઇ જશે. તેમજ ઓનલાઈન પેમેન્ટ ચૂકવ્યા બાદ કાર લઈ શકાશે. જેમાં બેફામ પાર્કિંગ ચાર્જના નામે થતી ઉઘાડી લૂંટ બંધ થઇ જશે. જેમાં મનપાએ નક્કી કરેલા પાર્કિંગ ચાર્જ મુજબ જ વાહનચાલકોએ રૂપિયા ચૂકવવા પડશે. આ સ્માર્ટ પાર્કિંગ પોલિસીથી બેફામ પાર્કિંગ ચાર્જના નામે થતી ઉઘાડી લૂંટ બંધ થઇ જશે.
આઇહબના માણેકટેક ઈનોવેશન દ્વારા નવતર પ્રયોગ કરાયો છે.
આ પણ વાંચો: સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને લઈ મોટા સમાચાર
પ્રોજેક્ટ માટે AMC દ્વારા 5 કરોડ રૂપિયાની જોગવાઇ
હાલમાં અમદાવાદ શહેરના સિંઘુ ભવન પર આવેલા ગોટિલાગાર્ડનની બહાર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં આશરે 50 જેટલી જગ્યાઓ પર સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા જોવા મળશે. આ પ્રોજેક્ટ માટે AMC દ્વારા 5 કરોડ રૂપિયાની જોગવાઇ પણ કરવામાં આવી છે.