નોકરી અથવા વ્યવસાયની સાથે-સાથે તમે સાઈડ ઇન્કમ કરવા માંગો છો?
અમદાવાદ. 19 ફેબ્રુઆરી : જો તમે નોકરી અથવા વ્યવસાયની સાથે વધારાની આવકના વિકલ્પો શોધી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. દરેક વ્યક્તિ આકાશને આંબી રહેલી મોંઘવારીનો સામનો કરવા અને કૌટુંબિક ખર્ચને પહોંચી વળવા માટે વધારાની કમાણીનાં વિકલ્પો શોધતી હોય છે. દરેક વ્યક્તિ પોતાની નોકરી કે રોજગાર સાથે કેટલાક વધારાના પૈસા કમાવવાનું વિચારે છે. પરંતુ લોકો કેટલીકવાર કઇ પદ્ધતિ અપનાવવી અને ક્યાંથી શરૂઆત કરવી તે અંગે મૂંઝવણ અનુભવતા હોય છે. જેથી અહીં તમારી ક્ષમતાના આધારે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, કેટલીક એવી નોકરી કે જે તમને વધારાની આવક મેળવવા માટે મદદ રૂપ બનશે.
1) ફ્રીલાન્સિંગ
તમે Upwork, Freelancer અથવા Fiverr જેવા પ્લેટફોર્મ્સ પર તમારી પ્રતિભાનો ઉપયોગ કરીને વિવિધ ક્ષેત્રોમાં કામ કરીને ખૂબ સારી આવક મેળવી શકો છો.
2) ડિજીટલ ટ્રેનર/કન્સલ્ટન્સી
કોઈ ચોક્કસ ક્ષેત્રમાં નિપુણતા મેળવીને તમે લોકોને કન્સલ્ટ કરીને વધારાની આવક મેળવી શકો છો. તેમજ તમે ડિજિટલ ટ્રેનર બનીને લોકો માટેના જાગૃતિ કાર્યક્રમો કરી શકો છો.
3) બ્લોગિંગ
બ્લોગ શરૂ કરીને તમે જાહેરાત, સ્પોન્સર્ડ કન્ટેન્ટ અથવા એફિલિયેટ માર્કેટિંગ દ્વારા તેનું મોનિટાઈઝ કરીને મોટી આવક મેળવી શકો છો.
4) ઓનલાઈન કોર્સ
જો તમારી પાસે કોઈપણ ક્ષેત્રમાં નિપુણતા હોય તો તમે Udemy, Teachable અથવા Skillshare જેવા પ્લેટફોર્મ પર ઓનલાઈન કોર્સિસ બનાવીને વેચી શકો છો.
5) એફિલિએટ માર્કેટિંગ
તમે કોઈપણ પ્રોડક્ટને પ્રમોટ કરી અને તમારી રેફરલ લિંકથી કરવામાં આવેલા દરેક વેચાણ પર સારું કમિશન મેળવી શકો છો. જેમ કે એમેઝોન એસોસિએટ્સમાં માધ્યમ દ્વારા.
6) રિયલ એસ્ટેટ ક્રાઉડફંડિંગ
તમે ફંડરાઈઝ અથવા રિયલ્ટીમોગુલ જેવા ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ દ્વારા રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને વધારાની આવક પણ મેળવી શકો છો.
7) સ્ટોક ફોટોગ્રાફી
જો તમે ફોટોગ્રાફીમાં નિષ્ણાત છો તો તમે શટરસ્ટોક અથવા એડોબ સ્ટોક જેવી સ્ટોક ફોટો વેબસાઇટ્સ પર તમારા ફોટા વેચીને આવક મેળવી શકો છો.
8) ઈ-કોમર્સ
જો તમે હેન્ડમેડ અથવા યુનિક પ્રોડક્ટ્સ બનાવી શકો છો તો તેને ઑનલાઇન સ્ટોર શરૂ કરીને તેને વેચો. Shopify અથવા Etsy જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરો.
9) રિમોટ વર્કની તકો
તમે તમારી કુશળતાને અનુરૂપ પાર્ટ-ટાઇમ રિમોટ વર્કની તકો શોધીને કેટલાક વધારાના પૈસા કમાઈ શકો છો.
10) સોશિયલ મીડિયા મેનેજમેન્ટ
નાના વ્યવસાય અથવા વ્યક્તિઓ માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું સંચાલન કરીને તમે તેની સહાયથી પણ કમાણી કરી શકો છો.
11) રોકાણ ( ઇન્વેસ્ટમેન્ટ )
તમે શેરબજારમાં સ્ટૉક, બૉન્ડ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને સમયની સાથે પેસિવ ઇન્કમ જનરેટ કરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે બજારમાં રોકાણ જોખમોને આધીન છે.
12) વર્ચ્યુઅલ અસિસટેન્સ
તમે વ્યવસાયિક કામો સાથે જોડાયેલા લોકો અને કંપનીઓને વર્ચ્યુઅલ અસિસટેન્સ સર્વિસ પ્રદાન કરીને વધારાની કમાણી પણ કરી શકો છો.
13) એપ ડેવલપમેન્ટ
જો તમારી પાસે પ્રોગ્રામિંગ કૌશલ્ય હોય તો તમે મોબાઈલ એપ્સ બનાવી શકો છો અને કંપનીઓને વેચીને મોટી કમાણી કરી શકો છો.
14) મિલકત ભાડે આપો
જો તમારી પાસે દુકાન, મકાન અથવા પ્લોટ હોય, તો તમે તેને Airbnb જેવા પ્લેટફોર્મ પર ભાડે આપવાનું વિચારી શકો છો. જેનાથી તમને આવક પણ થશે.
15) પુસ્તક લખો
જો તમારી પાસે કોઈ ચોક્કસ વિષયને લગતી માહિતીનો ભંડાર છે, તો તમે પુસ્તક લખી અને તેના સ્વ-પ્રકાશન દ્વારા પૈસા કમાઈ શકો છે.
આ પણ વાંચો : વીડિયો: પ્લેનને ફેરવ્યું લક્ઝરી વિલામાં, આ અંગે આનંદ મહિન્દ્રાએ પણ આપી પ્રતિક્રિયા