સુરત જિલ્લા ભાજપ પ્રમુખનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક, સાયબર સેલમાં ફરિયાદ કરી
- પૈસાની કોઇપણ લેવડ-દેવડ ન કરવા લોકોને વિનંતી કરવામાં આવી
- વર્ષ 2017 થી 2022 સુધી 600થી વધુ એકાઉન્ટ થયાં હેક
- ભરત રાઠોડનું ફેસબુક અને ઈન્ટાગ્રામ એકાઉન્ટ હેક
સુરત જિલ્લા ભાજપ પ્રમુખનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયુ છે. જેમાં સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી છે. પ્રમુખ ભરત રાઠોડનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થતા પૈસાની કોઇપણ લેવડ-દેવડ ન કરવા લોકોને વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલ કરી કમોસમી વરસાદની આગાહી
ભરત રાઠોડનું ફેસબુક અને ઈન્ટાગ્રામ એકાઉન્ટ હેક
જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડનું ફેસબુક અને ઈન્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે. જેમાં ભરત રાઠોડે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ ભાજપના પ્રમુખે કહ્યું છે કે, તેમના ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયાં છે, કોઈએ પૈસાની લેવડ દેવડ ન કરવા જાણ કરી છે અને ભરત રાઠોડ નામના એકાઉન્ટમાંથી કોઈપણ જાતની રિકવેસ્ટ આવે તો તેમાં કોઈ રિસ્પોન્સ ન કરવા જણાવ્યું હતું.
વર્તમાન યુગમાં સાયબર ફ્રોડ સામાન્ય બની ગયું છે
વર્તમાન યુગમાં સાયબર ફ્રોડ સામાન્ય બની ગયું છે. શું સામાન્ય શું ખાસ છે, કોઈપણ વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર બની શકે છે. હવે સરકારી સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હેકિંગથી સુરક્ષિત નથી. આ મામલે માહિતી મળી છે કે, વર્ષ 2017 થી 2022ના છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર સરકારના 600થી વધારે સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ચૂક્યા છે. આજના સમયમાં ભાગ્યે જ કોઈ જ એવું વ્યક્તિ હશે કે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરતુ હોય. લોકો ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના વિચારો, ફોટો, વીડિયો શેર કરતા હોય છે. પરતું ક્યારેક તેનો ઉપયોગ સુરક્ષા અને પ્રાઈવસી બાબતે ખતરારૂપ સાબિત થાય છે.