બાફટા ફિલ્મ એવોર્ડમાં ઓપનહેમરે મહત્તમ પુરસ્કારો મેળવી મારી બાજી, જુઓ સંપૂર્ણ યાદી
- ઓપનહેમરને 13 નોમિનેશનમાંથી અલગ-અલગ કેટેગરીમાં 7 એવોર્ડ મળ્યા
- પુઅર થિંગ્સે 5 કેટેગરીમાં એવોર્ડ જીત્યા, ગ્રેટા ગેરવિગની ‘બાર્બીને નિરાશા પ્રાપ્ત થઈ
લંડન, 19 ફેબ્રુઆરી: બાફટા (BAFTA) એવોર્ડ્સ એટલે કે બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ એવોર્ડ્સનું આયોજન 18 ફેબ્રુઆરીની રાત્રે લંડનના રોયલ ફેસ્ટિવલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ વર્ષે અભિનેત્રી દીપિકા પાદુકોણે આ એવોર્ડ સમારોહમાં હોલીવુડની હસ્તીઓ જેવી કે દુઆ લિપા અને ડેવિડ બેકહામ સાથે પ્રસ્તુતકર્તા તરીકે ભાગ લીધો હતો. આ વખતે બાફ્ટામાં ઓપનહેમરને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું, જેમાંથી ફિલ્મને અલગ-અલગ કેટેગરીમાં 7 એવોર્ડ મળ્યા હતા. આ સિવાય ‘પુઅર થિંગ્સ’ને સૌથી વધુ એવોર્ડ મળ્યા છે. ‘પુઅર થિંગ્સ’એ 5 કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે. આ દરમિયાન, ગ્રેટા ગેરવિગની ‘બાર્બી’ને બાફ્ટામાં નિરાશા પ્રાપ્ત થઈ છે. ‘બાર્બી’ને એક પણ એવોર્ડ મળ્યો નથી.
Oh boy! Cillian Murphy collects his Leading Actor BAFTA for Oppenheimer 🙌 #EEBAFTAs pic.twitter.com/M5pjKhtrqZ
— BAFTA (@BAFTA) February 18, 2024
Your Leading Actress winner is Emma Stone! #EEBAFTAs pic.twitter.com/Gyk48SQXrZ
— BAFTA (@BAFTA) February 18, 2024
ઓપનહેમરે 1 બિલિયન ડોલરથી વધુની કમાણી કરી છે, આ ફિલ્મે પહેલાથી જ ગોલ્ડન ગ્લોબ અને ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ્સમાં મોટી જીત પ્રાપ્ત કરી છે, અને હવે તે ઓસ્કાર માટે સૌથી આગળ છે.
Robert Downey Jr. gives a whistle stop tour of his life as he accepts his Supporting Actor BAFTA! #EEBAFTAs pic.twitter.com/jvsyuPnwxB
— BAFTA (@BAFTA) February 18, 2024
Christopher Nolan is honoured to collect the Director BAFTA ❤️ #EEBAFTAs pic.twitter.com/DWNxzSGK4B
— BAFTA (@BAFTA) February 18, 2024
બાફ્ટા એવોર્ડના વિજેતાઓની સંપૂર્ણ યાદી
બાફ્ટા ફિલ્મ એવોર્ડ્સ રવિવારે લંડનમાં યોજાયો હતો. આ એવોર્ડ ફંક્શન ભારતમાં 19 ફેબ્રુઆરીએ સવારે 12.30 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. તે લાયન્સગેટ પ્લે પર જોઈ શકશે. બાફટા એવોર્ડ્સ 2024માં ઘણી શ્રેણીઓમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે.
વિજેતાઓની સંપૂર્ણ યાદી :
- શ્રેષ્ઠ ફિલ્મ- ઓપેનહેમર
- બેસ્ટ એક્ટ્રેસ- એમ્મા સ્ટોન (પૂઅર થિંગ્સ)
- બેસ્ટ એક્ટર – કિલિયન મર્ફી (ઓપેનહેમર)
- શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – ડેવિન જોય રેન્ડોલ્ફ(ધ હોલ્ડવર્સ)
- શ્રેષ્ઠ સહાયક અભિનેતા – રોબર્ટ ડાઉની જુનિયર (ઓપેનહેમર)
- ઇ રાઇઝિંગ સ્ટાર એવોર્ડ – મિયા મૈકકેના બ્રુસ
- શ્રેષ્ઠ દિગ્દર્શક – ક્રિસ્ટોફર નોલાન (ઓપનહેઇમર)
- શ્રેષ્ઠ મેકઅપ અને હેર સ્ટાઈલિશ – નાદિયા સ્ટેસી, માર્ક કુલિયર અને જોશ વેસ્ટન (પૂર થિંગ્સ)
- શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન – હોલી વેડિંગ્ટન (પુઅર થિંગ્સ)
- શ્રેષ્ઠ બ્રિટિશ ફિલ્મ – જોનાથન ગ્લેઝર અને જેમ્સ વિલ્સન(ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ)
- બ્રિટિશ શોર્ટ એનિમેશન – રોસ સ્ટ્રિંગર, બાર્ટોઝ સ્ટેનિસ્લાવેક, અલેકસાન્ડ્રા સિકુલક (ક્રૅબ ડે)
- શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન – શોના હીથ, જેમ્સ પ્રાઇસ, ઝસુઝા મિહાલેક (પૂર થિંગ્સ)
- બેસ્ટ સાઉન્ડ – જોની બાયર્ન, ટર્ન વિલાર્સ (ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ)
- બેસ્ટ ઓરિજિનલ સ્કોર – લુડવિગ ગોરાન્સન (ઓપનહેમર)
- શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી – મસ્તિસ્લાવ ચેર્નોવ, રેની એરોન્સન રથ, મિશેલ મિઝનર (20 ડેઝ ઇન મેરીયુપોલ)
- શ્રેષ્ઠ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે – કોર્ડ જેફરસન(અમેરિકન ફિક્શન)
- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – હોયેટે વાન હોયટેમા(ઓપનહેમર)
- શ્રેષ્ઠ સંપાદન – જેનિફર લેમ(ઓપનહેમર)
- શ્રેષ્ઠ કાસ્ટિંગ – સુસાન શોપમેકર(ધ હોલ્ડવર્સ)
- ફિલ્મ નૉટ ઈન ઇંગ્લિશ લૈંગ્વેજ – જોનાથન ગ્લેઝર અને જેમ્સ વિલ્સન(ધ ઝોન ઑફ ઇન્ટરેસ્ટ)
- બ્રિટિશ લેખક, દિગ્દર્શક અથવા નિર્માતા દ્વારા શ્રેષ્ઠ પદાર્પણ – સવાન્ના લીફ, શર્લી ઓ’કોનોર અને મેડેબ રિઓર્ડન(અર્થ મામા)
- શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ – હાયાઓ મિયાઝાકી અને તોશિયો સુઝુકી(‘ધ બોય એન્ડ ધ હેરોન)
- બેસ્ટ સ્પેશિયલ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ – સિમોન હ્યુજીસ(પુઅર થિંગ્સ)
- ઓરિજિનલ સ્ક્રીનપ્લે – જસ્ટિન ટ્રાઇટ અને આર્થર હરારી(એનાટોમી ઓફ અ ફોલ)
આ સિવાય ‘કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન’ને 9 નોમિનેશન મળ્યા હતા પરંતુ એક પણ એવોર્ડ જીતી શક્યા ન હતા. બ્રેડલી કૂપરના Netflix શો ‘Maestro’ સાથે પણ આવું બન્યું હતું જેને 7 નોમિનેશન મળ્યા હતા.
આ પણ જુઓ: દીપિકા પાદુકોણ બાફ્ટામાં દેશી લૂકમાં ચમકી, પ્રસ્તુતકર્તા બની ફિલ્મને કરી પુરસ્કૃત