ટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

Spam Callsથી પરેશાન છો? તાત્કાલિક કરો આ એક કામ, ઓટોમેટિક થશે બ્લૉક

Text To Speech
  • ઘણી વખત Spam Calls તમને સાઈબર ફ્રોડનો શિકાર પણ બનાવી શકે છે. આ બધી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવાનો સમય આવી ગયો છે

જો તમને Spam Calls વારંવાર પરેશાન કરતા હોય, તમે કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હોય અને એવા સમયે આવતા કોલ્સ તમારી પરેશાની વધારી રહ્યા હોય તો તમારી આ સમસ્યાનો હલ હાજર છે. ઘણી વખત Spam Calls તમને સાઈબર ફ્રોડનો શિકાર પણ બનાવી શકે છે. આ બધી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવાનો સમય આવી ગયો છે. એક ટ્રિક છે જેના દ્વારા તમે સરળતાથી Spam Callsને ઓટોમેટિક બ્લોક કરી શકો છો.

Android Smartphoneની અંદર એક એવું ખાસ સેટિંગ ઓપ્શન આપવામાં આવ્યું છે, જે Spam Callsને બ્લોક કરી દે છે. તેના વિશે વિગતવાર જાણો.

Spam Callsથી પરેશાન છો? તાત્કાલિક કરો આ એક કામ, ઓટેમેટિક થશે બ્લોક hum dekhenge news

ફોન સેટિંગ્સમાં જાવ, ઓટોમેટિક બ્લૉક થશે Spam Calls

સ્માર્ટફોન યુઝર્સ ખૂબ જ સરળતાથી Spam Callsને બ્લૉક કરી શકે છે. તે માટે મોબાઈલ સેટિંગ્સમાં જાવ, ત્યારબાદ કોલ સેટિંગમાં જાવ. ત્યારબાદ Caller ID & Spam પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ Caller ID & Spam Protectionને ઈનેબલ કરી દો. તેનાથી તમને આવતા Spam Calls બ્લૉક થઈ જશે. ધ્યાન રાખો કે અલગ અલગ હેન્ડ સેટમાં આ ઓપ્શન અલગ અલગ હોઈ શકે છે.

કયા ઓપ્શનને પસંદ કરશો?

Caller ID & Spam Protection પર ક્લિક કર્યા બાદ બે ઓપ્શન મળે છે. પહેલું તો Block All Spam And Scam Calls અને બીજું Only Block High Risk Scam Calls. આમ તો તમે તમારી સગવડતા અનુસાર કોઈ પણ ઓપ્શનને પસંદ કરી શકો છો. પરંતુ જો તમે Block All Spam And Scam Calls ઓપ્શન પસંદ કરશો તો તમને કોઈ જ કોલ પરેશાન નહીં કરે.

આ પણ વાંચોઃ કમલનાથ માટે BJPના દરવાજા બંધ છે, ભાજપના શીખ નેતા બગ્ગાનો દાવો

Back to top button